• બહુમાળી ચોકમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળે રાજકોટ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન કરાયું
  • કોંગ્રેસ દ્વારા આજે કરવામાં આવી રહેલા વિરોધને હળવાશથી લેતા તેમણે કહ્યું હતું કે, પેટા ચૂંટણીનાં માહોલમાં કંઈક તો કરવું જોઈએ ને
  • કાંતિ અમૃતિયાની નારાજગી અંગે પૂછવામાં આવતા તેમણે ભાજપનાં કોઈ નેતાઓ કે કાર્યકર નારાજ નહીં હોવાનું જણાવ્યું

રાજકોટ. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિતે શહેરના બહુમાળી ચોકમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળે રાજકોટ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ માટે ખાસ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ આવી પહોંચ્યા હતા. અને ભારતની એકતા-અખંડિતતાના શપથ લેવડાવી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે કોંગ્રેસ દ્વારા આજે કરવામાં આવી રહેલા વિરોધ અંગે તેમણે કહ્યું હતું કે, પેટા ચૂંટણીનાં માહોલમાં કંઈક તો કરે ને. .

નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સરદાર પટેલનાં જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવાનું આવાહન કર્યું હતું. જે અંતર્ગત દેશભરમાં આજે એકતા-અખંડિતતાના શપથ લેવામાં આવે છે. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરીને વડાપ્રધાને દેશ અને દુનિયામાં સરદાર પટેલને નવી ઓળખ આપી છે. આ તકે કોંગ્રેસ દ્વારા આજે કરવામાં આવી રહેલા વિરોધને હળવાશથી લેતા તેમણે કહ્યું હતું કે, પેટા ચૂંટણીનાં માહોલમાં કંઈક તો કરવું જોઈએ ને ! તો કાંતિ અમૃતિયાની નારાજગી અંગે પૂછવામાં આવતા તેમણે ભાજપનાં કોઈ નેતાઓ કે કાર્યકર નારાજ નહીં હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસનાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરી અંજલી આપી હતી. ત્યારબાદ શહેર પોલીસે માર્ચ પાસ્ટનું આયોજન કર્યુ હોઇ તેની ફલેગ ઓફ સેરેમની યોજાઇ હતી. નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજામંદી માંગી કમાન્ડરે પરેડનો પ્રારંભ કર્યો હતો. જે બહુમાળી ભવન ચોકથી જીલ્લા પંચાયત અને ત્યાંથી કિસાનપરા ખાતે પહોંચી હતી. જ્યાં પરેડનું સમાપન કરાયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud