રાજકોટ : જિલ્લામાં બપોરથી સાંજ સુધીમાં ભૂકંપનાં બે ઝટકા અનુભવાયા છે. બપોરે શહેરનાં મોટામૌવા અને આસપાસનાં વિસ્તારોમાં આંચકો અનુભાવાયો હતો. ત્યારે સાંજે ગોંડલ આસપાસનાં ગામોમાં ભૂકંપ અનુભવાયો છે. જેમાં બહુમાળી બિલ્ડીંગોમાં ધ્રુજારી અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ગાંધીનગર સિસમોલોજી વિભાગના જણાવ્યા મુજબ રાજકોટમાં બપોરે 1:25 કલાકે 2.0ની તીવ્રતાનો એક ભૂકંપનો આંચકો નોંધાયો છે. જેમાં શહેરની ભાગોળે મોટામવા વિસ્તારના બહુમાળી મકાનોમાં રહેતા લોકોને હળવી ધ્રુજારી અનુભવાઇ છે. આ સિવાય અન્ય કોઈ નુકસાનીના અહેવાલો નથી. અને ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ રાજકોટથી લગભગ 27 કિલોમીટર ઉત્તરપુર્વ દીશામાં નોંધાયુ છે.
તો મોડી સાંજે 7:20 કલાકે રાજકોટથી 17  કી,મી, દૂર ગોંડલ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેમાં ગોંડલ પંથકના મેંગણી તેમજ રાવકીમાં ધ્રુજારી આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બહુમાળી બિલ્ડિંગોમાં ભારે ધ્રુજારી અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર – કચ્છનાં વિવિધ શહેરોમાં ભૂકંપનાં હળવા આંચકાઓ આવી રહ્યા છે. જો કે તેની તીવ્રતા ખૂબ ઓછી હોવાથી હજુ સુધી ક્યાંય કોઈ નુકસાન થયું નથી. ત્યારે આજે રાજકોટ શહેરમાં બપોર અને સાંજે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. જોકે સદનસીબે કોઈપણ નુકસાન કે જાનહાની થઈ નથી.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !