રાજકોટ. શહેરમાં ફેસબુક ફ્રેંડને નોકરી સહિત વિવિધ લાલચ આપી લૂંટ ચલાવાતી હોવાની ફરિયાદો સામે આવી હતી. આ અંગેની તપાસ દરમિયાન ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા 3 જવાનો લૂંટ ચલાવતા હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયને ઝડપી પાડ્યા છે. માધવ ઉર્ફે સતીષ જળું, ભૌતિક ચાવડા અને વિશાલ ચાવડા નામના ત્રણેય આરોપીઓ પાસેથી 3 લાઇટર પિસ્તોલ , 3 મોટરસાઇકલ , મોબાઇલ ફોન રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસનાં જણાવ્યા મુજબ ત્રણેય પૈકી માધવ ઉર્ફે સતીષ જળું મુખ્ય સૂત્રધાર છે. પોતે જ્યારે વોર્ડન ન હતો ત્યારે જ સસ્તા ભાવે પિસ્તોલ, રિવોલ્વર જેવા હથીયારો વેંચવાના બહાને રાજસ્થાનના લોકોને અહીં બોલાવી લૂંટી લીધા હતા. તેમજ હરિયાણા – યુપીનાં બે યુવાનોને નોકરી અપાવી દેવાની લાલચ આપી રાજકોટ બોલાવ્યા હતા. બાદમાં ગવરીદળ પાસે લઇ જઇ માર મારી રોકડ-ટેબ્લેટ લૂંટી લીધા હતાં. કુવાડવા પોલીસમાં નોંધાયેલા આ ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. સાથે જ માધવે વોર્ડન બન્યા પહેલા આવી 5લૂંટ ચલાવી હોવાની કબૂલાત પણ આપી છે.
ટ્રાફિક વોર્ડનની નોકરી મળતા સતીષને ભૌતિક ચાવડા અને વિશાલ ચાવડા સાથે દોસ્તી થઈ હતી. ત્યારબાદ ત્રણેયે સાથે મળીને આ પ્રકારે લૂંટ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં હરિયાણાના ફરીદાબાદ જીલ્લાના બેકાર કુલદિપ ખેચરભાઇ રાવત રાજપૂતને ફેસબૂક મારફત વાતચીત કરી રાજકોટમાં પંદર હજારના પગારની નોકરી અપાવી દેવાની લાલચ આપતાં કુલદિપ તેના યુપી રહેતાં મિત્ર રાજેન્દ્ર ઉર્ફ રાજેન સાથે નોકરી માટે 19 ઓક્ટોબરે રાજકોટ આવ્યો હતો. જ્યાંથી આ બંનેને નોકરીનું સ્થળ દેખાડવાના બહાને ગવરીદળની સીમમાં લઇ જઇ ત્રણેયે પ્લાસ્ટીકના પાઇપથી માર મારીને રોકડ, ટેબ્લેટ મળી 11 હજારની મત્તા લૂંટી લીધી હતી. જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ ચાલી રહેલી તપાસમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud