જંક્શન પ્લોટ વિસ્તારમાં આવેલા રૂખડીયા ફાટક પાસે બનેલી ઘટના.
ઘરકંકાશ મામલે પત્નીએ સાસુ પાસે જઈ 181 અભયમ્ ને બોલાવતાં પતિ વિફર્યો.
પત્ની, મામા સસરાં, સાસુ પર હુમલો કર્યા બાદ ઇમરાન પઠાણનો બે બાળકો સાથે આત્મહત્યાનો પ્રયાસ.
ઇમરાન અને તેના બાળકો ઇકાન (ઉ.વ - 8) અને અલ્લુ (ઉ.વ - 7)ને સારવાર અર્થે સરાકરી હોસ્પિટલમાં ખસેડાયા
મૃતક-નઝીર પઠાણ, નાઝીયા પઠાણ અને ઇજાગ્રસ્ત ફિરોઝાબેન પઠાણ
રાજકોટ. શહેરનાં જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા રૂખડીયા ફાટક નજીક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં જમાઇએ તેની પત્ની અને મામાની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સાસુ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોઇ સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તબક્કે પતિ - પત્ની વચ્ચે થયેલાં કંકાશ મામલે પતિએ માતા પાસે જઈને 181 અભયમ્ ને બોલાવી હતી. જેનો ખાર રાખીને ઇમરાન પઠાણે પત્ની, મામા સસરાં અને સાસુ પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ તેણે બે બાળકો સાથે સળગી જઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
[caption id="attachment_6491" align="aligncenter" width="424"] (ઇરફાન પઠાણ)[/caption]
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, જંકશન પ્લોટ વિસ્તારનાં રૂખડીયા ફાટક પાસે જ સરાજાહેર મહિલા સહિત કુલ બેની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દરમિયાન અન્ય એક મહિલાને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. હાલ પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ હત્યા કર્યા બાદ આરોપીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
ડીસીપી મનોહરસિંહજી જાડેજાએ જણાવ્યા મુજબ, આરોપીની ઓળખ ઇમરાન પઠાણ તરીકે થઈ છે. તેને પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. જો કે કોર્ટ દ્વારા સમાધાન થતા પત્ની પતિ સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન પત્ની માતા પાસે આવી હતી. ત્યારે ઇમરાને હુમલો કરીને પોતાની પત્ની તેના મામા અને સાસુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં પત્ની અને મામાનું મોત થયું હતું. જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.