• ડિમોલિશનનાં 12 વર્ષ પછી પણ નિયત કરેલું વળતર નહીં મળતા વેપારીની ધીરજ ખૂટી ગઈ હતી
  • અંદાજે 12 વર્ષ પૂર્વે જંકશન રેલવે સ્ટેશન રોડ કપાત થયો હતો, અમુક અસરગ્રસ્તોને હજુ સુધી વૈકલ્પિક જગ્યા આપવામા આવી નથી
  • છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ ધક્કા ખાઇ રહ્યા હોવા છતાં આ અંગે ચોક્કસ ઉકેલ ન મળતા નારણદાસ અને તેમના પુત્ર નરેશભાઇ બન્ને આત્મવિલોપન કરવા મનપા કચેરીએ આવ્યા

રાજકોટ. નિંભર તંત્રનાં પાપે ઘણી વખત સામાન્ય માણસને સહન કરવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટનામાં ડિમોલિશનનાં 12 વર્ષ પછી પણ નિયત કરેલું વળતર નહીં મળતા વેપારીની ધીરજ ખૂટી ગઈ હતી. અને તમામ પ્રકારનાં ડોક્યુમેન્ટ હોવા છતા તેને વળતર પેટે અગાઉ જે જગ્યાએ દુકાન ફાળવવાની વાત મનપાએ કરી હતી ત્યાં જગ્યાનો કબજો ન મળતા વેપારી પોતાના પુત્ર સાથે મનપા કચેરીએ આવ્યા હતા. અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ પોલીસે બંનેની અટકાયત કરી છે.

જાણવા મળતી વિગત મુજબ, અંદાજે 12 વર્ષ પૂર્વે જંકશન રેલવે સ્ટેશન રોડ કપાત થયો હતો. ત્યારે 84 દુકાન ઉપર બુલડોઝર ફર્યુ હતુ. ભાજપના જ આંતરિક ડખ્ખામાં અને રાતોરાત ડિમોલિશન થયુ હતુ. એ વખતે વેપારીઓ રોડ ઉપર ઉતર્યા હતા. અને 60 દિવસ સુધી આંદોલન ચાલ્યુ હતુ. આમ છતા અમુક અસરગ્રસ્તોને હજુ સુધી વૈકલ્પિક જગ્યા આપવામા આવી નથી.

આવા અસરગ્રસ્ત પૈકી નારણદાસ રામાણીને ત્યારે વળતર પેટે ઢેબર રોડ પર જ આર્યસમાજ પાસે જગ્યા ફાળવવામા આવી હતી. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં અને જનરલ બોર્ડમાં ઠરાવ પણ થઇ ચુક્યો હતો. જો કે છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ ધક્કા ખાઇ રહ્યા હોવા છતાં આ અંગે ચોક્કસ ઉકેલ ન મળતા નારણદાસ અને તેમના પુત્ર નરેશભાઇ બન્ને આત્મવિલોપન કરવા મનપા કચેરીએ આવ્યા હતા. જો કે એ પહેલા જ મનપાની વીજીલન્સ પોલીસે અટકાયત કરીને બી-ડીવીઝન પોલીસ મથકે લઇ ગયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud