સામાન્ય રીતે તો જનતાનું રક્ષણ નેતાઓના હાથમાં હોય છે. પરંતુ અહીં તો નેતાઓ જ આરોપીઓનું રક્ષણ કરે છે
ભારત સરકારથી કંઈ ન થાય તેમ હોય તો અમને કહી દો અને અમે અમારું રક્ષણ જાતે જ કરી લઈશું.
દેશની હાલની પરિસ્થિતિને જોતા અમારા રક્ષણ માટે હથિયાર હોવું જરૂરી
રાજકોટ : દેશમાં સતત વધી રહેલી રેપની ઘટનાઓને લઈને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેરનાં જુદા-જુદા વિસ્તારમાંથી જાગૃત મહિલાઓ, યુવતિઓ અને કિશોરીઓનું ટોળું કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું. અને નેતાઓ આરોપીનું રક્ષણ કરતા હોવાના આરોપ સાથે દેશનાં બંધારણે આપેલા અધિકાર મુજબ સ્વરક્ષણ માટે બંદૂક, ગન, રિવોલ્વરના લાઈસન્સની માંગ કરી હતી.
આ તકે એક કિશોરીએ જણાવ્યું હતું કે, આ દેશમાં દિકરીઓ સુરક્ષિત નથી લાગતી. સામાન્ય રીતે તો જનતાનું રક્ષણ નેતાઓના હાથમાં હોય છે. પરંતુ અહીં તો નેતાઓ જ આરોપીઓનું રક્ષણ કરે છે. ત્યારે અમે અમારું રક્ષણ જાતે જ કરી શકીએ એ માટે કાયદાકીય રીતે અમને હથિયાર સાથે રાખવાની પરવાનગી આપો. ભારત સરકારથી કંઈ ન થાય તેમ હોય તો અમને કહી દો અને અમે અમારું રક્ષણ જાતે જ કરી લઈશું. તમે અનેક ફૂલનદેવીને જગાડવાની કોશિશ ના કરો. અને મને કાયદાના પાઠ ન ભણાવો, કારણ હું એ કોમમાંથી આવું છું, જેણે કાયદા બનાવ્યા છે. હું મારા સ્વભિમાન સાથે જીવીશ, નહીંતર મોતને મીઠું કરી લેતા ખચકાઈશ નહીં.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે, હવે સ્વરક્ષણ એક જ ઉપાય છે. એક ફોન કરવાથી ટીમ આવીને રક્ષણ કરે એ બધી બાબત હવે સપના સમાન બની ગઈ છે. ત્યારે દેશની હાલની પરિસ્થિતિને જોતા અમારા રક્ષણ માટે હથિયાર હોવું જરૂરી છે. આ સાથે જ હથિયારનાં ઉપયોગની ટ્રેનિંગ પણ સરકારે આપવી જોઈએ. જેથી આગામી દિવસોમાં અમારામાંની કોઈ સાથે આવું કૃત્ય થાય તો આવા નરાધમોને અમે જાતે સરકારે આપેલા સ્વરક્ષણનાં હથિયારથી સજા આપી શકીએ.
- સામાન્ય રીતે તો જનતાનું રક્ષણ નેતાઓના હાથમાં હોય છે. પરંતુ અહીં તો નેતાઓ જ આરોપીઓનું રક્ષણ કરે છે
- ભારત સરકારથી કંઈ ન થાય તેમ હોય તો અમને કહી દો અને અમે અમારું રક્ષણ જાતે જ કરી લઈશું.
- દેશની હાલની પરિસ્થિતિને જોતા અમારા રક્ષણ માટે હથિયાર હોવું જરૂરી