પ્રોહીબીશનના કેસમાં આરોપી પાસેથી હેડ કોન્સ્ટેબલે 50 હજારની લાંચ માંગી હતી
અગાઉ રૂ, 50,000 લાંચ લેતા વચેટિયા પ્રવીણ બાંભવાને એસીબીની ટીમે ઝડપી લીધા લીધો હતો
વાંકાનેર. દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપી પાસેથી વાંકાનેર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે 50 હજારની લાંચ માંગી હતી. જો કે આ દરમિયાન એસીબી દ્વારા ગોઠવાયેલા છટકાની જાણ થતાં પોતે નાસી છૂટયો હતો. પરંતુ આજે વકીલની સલાહ લેવા આવતા રાજકોટમાંથી એસીબી ટીમે તેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેર પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા દ્વારા પ્રોહીબીશનના એક કેસમાં આરોપી પાસેથી લાંચ માંગવામાં આવી હતી. અને તેના વતી રૂપિયા 50,000 લાંચ લેતા વચેટિયા પ્રવીણ બાંભવાને એસીબીની ટીમે ઝડપી લીધા લીધો હતો. જોકે કિરીટસિંહ ઝાલા નાસી ગયો હોય. જેથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન શુક્રવારે સવારે હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રાજકોટમાં વકીલની ઓફીસે સલાહ લેવા આવ્યો હોવાની બાતમી મળતા એસીબીની ટીમે વોચ ગોઠવી હતી. અને વકીલની ઓફીસમાંથી બહાર નીકળતા સમયે પારસી અગિયારી ચોકમાંથી ઝડપી પાડ્યો છે. એસીબી ટીમે કિરીટસિંહ ઝાલાને ઝડપી તેનો કોરોનાનો ટેસ્ટ પણ કરાવ્યો છે. જે નેગેટીવ આવતા પોલીસે ધરપકડ કરી ગુનાના કામે બે મોબાઈલ પણ કબજે કર્યા હોવાની માહિતી સુત્રોમાંથી મળી છે.