• સુરતનાં ડોક્ટર્સ દ્વારા આપવામાં આવેલી ‘ઈકમો’ ટ્રીટમેન્ટથી રાજયસભાનાં સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં પણ નોંધપાત્ર સુધારો આવ્યો
  • શહેરમાં OPD માં ઘટાડાની સાથે રિકવરી રેટ 86 ટકા પહોંચી ગયો છે. સાથે જ 104 માં આવતા કોલમાં ધટાડો થયો

રાજકોટ : શહેર અને જિલ્લામાં કોરોનાને લઈને અતિ મહત્વના અને સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે કોરોનાનો ડિકલાઇન રેશિયો શરૂ થઈ ગયો હોવાનું નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાએ જણાવ્યું છે. એટલું જ નહીં શહેરમાં OPDમાં ઘટાડો થયાનું અને રિકવરી રેટમાં પણ મોટો સુધારો થયો હોવાનું તેમણે જણાવ્યું છે. સાથે જ સુરતનાં ડોક્ટર્સ દ્વારા આપવામાં આવેલી ‘ઈકમો’ ટ્રીટમેન્ટથી રાજયસભાનાં સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં પણ નોંધપાત્ર સુધારો આવ્યો હોવાનું પણ તેમણે કહ્યું છે.

આજરોજ મીડિયા સાથેની વાતચીતમાં રાહુલ ગુપ્તાએ કહ્યું હતું કે, શહેરમાં OPD માં ઘટાડાની સાથે રિકવરી રેટ 86 ટકા પહોંચી ગયો છે. સાથે જ 104 માં આવતા કોલમાં ધટાડો થયો છે. 15 સપ્ટેમ્બરે 293 જેટલા કોલ હતા જે હવે ઘટીને દરરોજનાં 101 આસપાસ પહોંચી ગયા છે. 108નાં એવરેજ કોલમાં પણ ધટાડો થતા ગત 11 તારીખે 111 કોલ હતા. જે હવે 70 આસપાસ થઈ ગયા છે. ઉપરાંત ખાલી બેડની જાણકારી માટે અગાઉ સરેરાશ 85 જેટલા કોલ આવતા તે પણ હવે ઘટીને 40 થયા છે. એટલું જ નહીં પહેલા ગંભીર દર્દીની સરેરાશ 40 હતી, જે ઘટીને માત્ર 4 થઈ હોવાનું જણાવતા હાલ 1088 બેડ છે ખાલી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ બાદ નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા ઉપરાંત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સહિત નિષ્ણાંત ડોક્ટરોની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા છે. કોર્પોરેશન દ્વારા પણ બહારથી આવતા તમામ લોકોનું ચેકીંગ શરૂ કરાયું છે. સાથે જ ઘરે-ઘરે આરોગ્યને લગતી સુવિધા પહોંચાડવામાં આવી રહી છે. જેને લઈને હાલ કોરોના સંક્રમણને રોકવામાં આંશિક સફળતા મળી હોવાનું આ ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud