5મી તારીખે મારો પતિ બહાર જવાનો છે. તમે આવી જજો. જેને પગલે વેપારી મોજ કરવાનાં ઇરાદે રાજકોટ પહોંચ્યા
ઓક્ટોબરે મોરબીના વેપારી પોતાની સ્ત્રી મિત્ર અલ્પાને મળવા રાજકોટનાં રામેશ્વર પાર્કમાં આવેલા તેણીના ઘરે પહોંચ્યા હતા. પરંતુ તેમણે જેવો ઘરમાં પ્રવેશ કર્યો તે જ સમયે ઓચિંતા એક વ્યક્તિએ પણ ઘરમાં પ્રવેશ કર્યો
વેપારીને પોલીસને જાણ કરવા ધમકી આપી
મોરબીના વેપારી પાસેથી પ્રથમ પાંચ લાખ માંગ્યા હતા. જો કે રકઝકનાં અંતે બે લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. દરમિયાન વેપારી પાસે રહેલા રૂ. 22500 ખંખેરી લઈ બાકીની રકમ માટે મુદ્દત પાડી
રાજકોટ : શહેરમાં હનીટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરબીનાં વેપારી 4 વર્ષથી અલ્પા નામની એક યુવતિ સાથે મિત્રતા ધરાવતા હતા. જો કે ત્રણ-ચાર મહિનાથી સંબંધ તૂટી ગયા બાદ અચાનક અલ્પાનો ફોન આવ્યો હતો. અને તેણે વેપારીને કહ્યું હતું કે, 5મી તારીખે મારો પતિ બહાર જવાનો છે. તમે આવી જજો. જેને પગલે વેપારી મોજ કરવાનાં ઇરાદે રાજકોટ પહોંચ્યા હતા. અને અલ્પા સાથે વાતો કરવા રૂમનો દરવાજો બંધ કરતા જ હનીટ્રેપમાં ફંસાઈ ગયા હતા. જોકે મામલો પોલીસમાં પહોંચતા જ પોલીસે આરોપી દંપતિ અને બે GRD જવાન સહિત પાંચને સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, ગત તારીખ 5 ઓક્ટોબરે મોરબીના વેપારી પોતાની સ્ત્રી મિત્ર અલ્પાને મળવા રાજકોટનાં રામેશ્વર પાર્કમાં આવેલા તેણીના ઘરે પહોંચ્યા હતા. પરંતુ તેમણે જેવો ઘરમાં પ્રવેશ કર્યો તે જ સમયે ઓચિંતા એક વ્યક્તિએ પણ ઘરમાં પ્રવેશ કર્યો અને પોતે અલ્પાનો પતિ આશિષ મારડીયા હોવાનું જણાવ્યું હતું. બાદમાં વેપારીને પોલીસને જાણ કરવા ધમકી આપી હતી. અને ફોન કરતા તરત જ બે ખાખી વર્દીધારી વ્યક્તિઓ પણ આવી ગયા હતા.
બાદમાં બધાએ મળી મોરબીના વેપારી પાસેથી પ્રથમ પાંચ લાખ માંગ્યા હતા. જો કે રકઝકનાં અંતે બે લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. દરમિયાન વેપારી પાસે રહેલા રૂ. 22500 ખંખેરી લઈ બાકીની રકમ માટે મુદ્દત પાડવામાં આવી હતી. જો કે પોતે હનીટ્રેપમાં ફંસાયાની જાણ થતા જ વેપારી સિદ્ધાર્થ ત્યાંથી છૂટ્યા બાદ સીધા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને સમગ્ર ઘટના જણાવી હતી. મામલાની ગંભીરતાને સમજીને યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી હતી.
હાલ પોલીસે આ મામલે અલ્પા મારડીયા અને તેના પતિ આશિષ મારડીયા તેમજ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે ગ્રામ રક્ષક દળના જવાન શુભમ અને રિતેશને પણ સકંજામાં લીધા છે. અને કેશોદનાં અણીયારા ગામના જય સુરેશ પરમારને પણ ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. તેમજ આવતીકાલે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
- 5મી તારીખે મારો પતિ બહાર જવાનો છે. તમે આવી જજો. જેને પગલે વેપારી મોજ કરવાનાં ઇરાદે રાજકોટ પહોંચ્યા
- ઓક્ટોબરે મોરબીના વેપારી પોતાની સ્ત્રી મિત્ર અલ્પાને મળવા રાજકોટનાં રામેશ્વર પાર્કમાં આવેલા તેણીના ઘરે પહોંચ્યા હતા. પરંતુ તેમણે જેવો ઘરમાં પ્રવેશ કર્યો તે જ સમયે ઓચિંતા એક વ્યક્તિએ પણ ઘરમાં પ્રવેશ કર્યો
- વેપારીને પોલીસને જાણ કરવા ધમકી આપી
- મોરબીના વેપારી પાસેથી પ્રથમ પાંચ લાખ માંગ્યા હતા. જો કે રકઝકનાં અંતે બે લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. દરમિયાન વેપારી પાસે રહેલા રૂ. 22500 ખંખેરી લઈ બાકીની રકમ માટે મુદ્દત પાડી