મોરબીના વેપારીએ રાજકોટનાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેને હનીટ્રેપમાં ફંસાવી પાંચ લાખની માંગ કરવામાં આવ્યાની ફરિયાદ નોંધાવી
મહિલા ASI એ પોતાની હદ ન હોવા છતાં વેપારીને તાલુકા પોલીસ મથકે લઇ જઇને માસ્ક ન પહેર્યુ હોવાનો 269 મુજબનો કેસ કરી તેની ધરપકડની તજવીજ કરી
આ ટોળકીનો અનેક લોકો ભોગ બન્યાની ચર્ચા, કોઇ ફરિયાદી સામે ન આવતાં પોલીસે એક જ ગુનામાં કાર્યવાહી કરી સંતોષ માનવો પડ્યો
[caption id="attachment_5483" align="aligncenter" width="640"] હની ટ્રેપના માસ્ટર માઇન્ડ મહિલા ASI તૃષા ભુવા[/caption]
રાજકોટ : મોરબીનાં વેપારીને હનીટ્રેપમાં ફંસાવી પાંચ લાખ માંગવા મામલે ગ્રાધીગ્રામ-2 (યુનિ.) પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. જે આરોપી કાયદાનાં રખેવાળ એટલે કે તાલુકા પોલીસનાં મહિલા ASI છે. એટલું જ નહીં અગાઉ ઝડપાયેલી મહિલા, તેનો પતિ અને 2 GRD જવાન આ સમગ્ર પ્રકરણમાં માત્ર મહોરા હોવાનું અને મહિલા ASI તૃષા ભુવા જ માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વેપારીએ રાજકોટનાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેને હનીટ્રેપમાં ફંસાવી પાંચ લાખની માંગ કરવામાં આવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કે.કે.વી હોલ પાસે સ્પા ધરાવતા આશિષ મારડિયા, શુભમ શીશાંગીયા અને રિતેશ ફેફર નામના બે GRD જવાન ઉપરાંત કેશોદનાં જય પરમાર સહિત પાંચ લોકોને દબોચી લીધા હતા. પરંતુ ફરિયાદી વેપારીએ આ હનીટ્રેપ ટોળકીની સાથે તાલુકા પોલીસ મથકના એએસઆઇ સામેલ હોવાની વિશેષ નિવેદનમાં વિગતો જણાવી હતી.
વેપારીનાં નિવેદનનાં આધારે તપાસ થતાં એવી વિગતો સામે આવી હતી કે જે દિવસે વેપારી મોરબીથી આવ્યા અને રામેશ્વર પાર્કમાં તેનો તોડ કરી લેવાયો હતો., એ દિવસે જીઆરડી જવાનોએ બાદમાં તાલુકાના મહિલા ASI ટી.આર. બુહાને બોલાવી વેપારીને તેને સોંપી દીધા હતાં. એટલું જ નહીં મહિલા ASI એ પોતાની હદ ન હોવા છતાં વેપારીને તાલુકા પોલીસ મથકે લઇ જઇને માસ્ક ન પહેર્યુ હોવાનો 269 મુજબનો કેસ કરી તેની ધરપકડની તજવીજ કરી હતી. જેથી ભવિષ્યમાં જો તપાસ થાય તો જે-તે દિવસે વેપારી માસ્કનાં ગુનામાં પોલીસ મથકમાં હોવાની વિગતો રજૂ કરી શકાય અને વેપારીની ફરિયાદને ખોટી સાબિત કરી શકાય.
આ સમગ્ર હકીકત સામે આવ્યા બાદ પોલીસે તાલુકા પોલીસ મથકનાં મહિલા ASI તૃષા ભુવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જોકે આ તોડ કરતી ટોળકી સાથે સંડોવણી ધરાવનાર ટી.આર. બુહા તાલુકા પોલીસ મથકમાં દૂર્ગા શકિત ટીમના હેડ હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં આ ટોળકીનો અનેક લોકો ભોગ બન્યાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ કોઇ ફરિયાદી સામે ન આવતાં પોલીસે એક જ ગુનામાં કાર્યવાહી કરી સંતોષ માનવો પડ્યો છે.