• લગ્ન બાદથી સાસરીયાઓએ કામવાળી આવી ગઇ છે, તેમ કહી ઝગડા ચાલુ કર્યા હતા
  • દુબઇ ગયા બાદ પણ પતિનું ત્રાસ આપવાનું ચાલુ જ રહ્યું
  • એક દિવસ પતિ પોતાના પિતાને કોરોના થયો હોઈ ખબર કાઢવાનું કહી ભારત પરત આવી ગયો હતો

રાજકોટ. મહિલા સુરક્ષાની સરકારી વાતો વચ્ચે સ્ત્રી પરનાં અત્યાચાર સતત વધી રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં પરીણિતાનાં વિઝા-મેડિકલ કાર્ડ રદ્દ કરાવી પતિએ દુબઇમાં છોડી દીધી હતી. જો કે ભણેલી-ગણેલી હોવાથી પરિણીતા એમ્બેસીની મદદ લઈને માંડ ભારત પહોંચી છે. અને શહેરનાં જામનગર રોડ પરની આ પીડિતાએ તાલાળા રહેતા સાસરિયાઓ સામે ત્રાસ આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ફરિયાદમાં બિંજલબેન નામની પીડિતાએ જણાવ્યા મુજબ, પોતે બીકોમ સીએ ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યો છે. તેના લગ્ન 4 જુલાઈ 2014ના રોજ થયા હતા લગ્ન બાદથી જ સાસરિયાઓએ કામવાળી આવી ગઈ છે. કહીને ઝઘડા ચાલુ કર્યા હતા મારા પતિને બરોડા નોકરી થતા અમે ત્યાં રહેવા ગયા હતા. જોકે ત્યાં પણ ઝઘડા થતા હતા. પતિને દુબઇ જવું હોય તે માવતરેથી પૈસા લાવવાનું કહી ત્રાસ ગુજારતા હતા.

બાદમાં પતિ પુનિતભાઈને દુબઈ નોકરી મળતા બંને ત્યાં ગયા હતા. અને મુશ્કેલ સમય પૂરો થવાની આશા જાગી હતી. પરંતુ આ આશા ઠગારી નિવડી હતી. અને પતિનો ત્રાસ ચાલું જ રહ્યો હતો. દરમિયાન એક દિવસ પતિ પોતાના પિતાને કોરોના થયો હોઈ ખબર કાઢવાનું કહી ભારત પરત આવી ગયો હતો. બાદમાં માવતરમાં ફોન કરી મને દુબઇ ઓફિસમાંથી ડિસમિસ કરી નાખ્યો છે. તમારી દીકરીને તમારા પૈસે ભારત પરત લાવવાનું કહ્યું હતું.

આ અંગેની જાણ થતાં માવતરે મારો સંપર્ક કર્યો હતો. અને તપાસ કરતા પતિ પોતે જ નોકરી છોડીને ત્યાંથી નિકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં તેણીનાં વિઝા અને મેડિકલ કાર્ડ કેન્સલ કરાવી દીધું હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારબાદ એમ્બેસીની મદદથી ભારત પહોંચી પિયરમાંથી પતિને ફોન કરતા તેણે બ્લોક કરી દીધી હતી. છતાં ત્રણ મહિનાથી તેણી પતિના લેવા આવવાની રાહ જોતી હતી. જો કે પતિ નહીં આવતા અંતે કંટાળીને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

હાલ તો પોલીસે પીડિતાની ફરિયાદનાં આધારે ગીર સોમનાથના તાલાળા રહેતા પતિ પુનિત સુરેશભાઈ કાનાબાર, સસરા સુરેશભાઈ ધનજીભાઈ કાનાબાર, સાસુ દક્ષાબેન, જેઠ રવિભાઈ અને જેઠાણી ઉર્વીબેન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud