• ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોંડલ રોડ પર આવેલ નુરાનીપરાનાં રાજશક્તિ પેટ્રો કેમિકલ્સમાં દરોડો પાડી બાયોડીઝલનો જંગી જથ્થો પકડી પાડ્યો
  • દરોડો પાડતા જ્વલનશીલ પ્રવાહીનાં મોટા-મોટા ટાંકા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી
  • દરોડા સમયે ફેકટરીમાં હાજર સિધ્ધરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં તેની પાસે આ ડીઝલના વેચાણ માટે કોઈ પાસ પરમીટ નહિ હોવાનું જણાવતા તેમની અટકાયત કરવામાં આવી


રાજકોટ.સોમવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોંડલ રોડ પર આવેલ નુરાનીપરાનાં રાજશક્તિ પેટ્રો કેમિકલ્સમાં દરોડો પાડી બાયોડીઝલનો જંગી જથ્થો પકડી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂ. 1,12,05,000 અઢી લાખ લીટર બાયોડીઝલનો જથ્થો, 13 લાખના 2 ટેન્કર, 18 લાખના 9 ટાંકા અને 4 ઇલેક્ટ્રિક મોટર સહીત કુલ રૂ. 1.43 કરોડનાં મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, નુરાનીપરાની બાજુમાં વાઘેલા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડની પાછળ રાજશક્તિ પેટ્રો કેમિકલ્સ પ્રા.લી. માં ગેરકાયદેસર બાયોડીઝલનું સ્ટોરેજ કરી વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ જગ્યાએ દરોડો પાડતા જ્વલનશીલ પ્રવાહીનાં મોટા-મોટા ટાંકા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ ટાંકામાંથી બાયોડિઝલ ટેન્કરોમાં ભરવામાં આવતું હતું. અને ત્યાંથી ટેન્કર મારફતે માંગ મુજબના સ્થળે આ બાયોડીઝલ સપ્લાય કરવામાં આવતું હતું. દરોડા સમયે ફેકટરીમાં હાજર સિધ્ધરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં તેની પાસે આ ડીઝલના વેચાણ માટે કોઈ પાસ પરમીટ નહિ હોવાનું જણાવતા તેમની અટકાયત કરવામાં આવી છે. હાલ તો બીપીસીએલ, એચપી, આઇઓસીનાં અધિકારીઓ અને FSL ની ટીમને સાથે રાખીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud