બહારથી યુવતિઓ બોલાવીને શરીર વેચવા મજબૂર કરનાર આરોપીને ઝડપી પાડી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી
જલારામ પ્લોટનાં ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં આવેલા 'હેવન ડ્રિમ વેલનેસ' સ્પામાં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળી
સન્ની એક માસ પહેલા પેડક રોડ પરના પાણીના ઘોડા પાસે હોલી ડ્રોપના નામે સ્પા ચલાવીને ત્યાં પણ આ ધંધો કરતાં પકડાયો હોવાનું સામે આવ્યું
ગુરૂકૃપા કોમ્પલેક્ષના બીજા અને ત્રીજા માળે કુલ આઠ રૂમ ભાડે રાખ્યા હતાં અને મહિને રૂ. એક લાખનું ભાડુ ચુકવતો
રાજકોટ : શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા 'હેવન ડ્રિમ વેલનેસ' સ્પામાં થતા દેહવ્યાપારનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. અને બહારથી યુવતિઓ બોલાવીને શરીર વેચવા મજબૂર કરનાર આરોપીને ઝડપી પાડી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. આરોપી ગ્રાહકો પાસેથી રૂ.3000 વસૂલી યુવતિઓને રૂ. 1000 આપતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, જલારામ પ્લોટનાં ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં આવેલા 'હેવન ડ્રિમ વેલનેસ' સ્પામાં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે ડમી ગ્રાહક મોકલી રેડ કરતા સન્ની ભોજાણી નામનો યુવક અને બે યુવતિ મળી આવી હતી. આ યુવતિઓની પૂછપરછ દરમિયાન સન્ની તેમની પાસે દેહવ્યાપાર કરાવતો હોવાનું જાણવા મળ્યું હતું.
સન્ની શરીર સંબંધ બાંધવા માટે ગ્રાહકો પાસે રૂ. 3000 વસૂલીને યુવતિઓને રૂ. 1000 આપતો હોવાનું પણ સામે આવ્યું છે. જેને પગલે સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવવા બદલ પોલીસે સન્ની ભોજાણીને ઝડપી લઈ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ 3,4,5 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને પીડિત યુવતિઓને સન્નીનાં ચંગુલમાંથી છોડાવી સાક્ષી બનાવવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સન્ની એક માસ પહેલા પેડક રોડ પરના પાણીના ઘોડા પાસે હોલી ડ્રોપના નામે સ્પા ચલાવીને ત્યાં પણ આ ધંધો કરતાં પકડાયો હોવાનું સામે આવ્યું છે. તેમજ વેશ્યાવૃતિ કરાવતા પકડાયેલા સન્ની ભોજાણીએ ગુરૂકૃપા કોમ્પલેક્ષના બીજા અને ત્રીજા માળે કુલ આઠ રૂમ ભાડે રાખ્યા હતાં અને મહિને રૂ. એક લાખનું ભાડુ ચુકવતો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.