રાજકોટ. જામનગરનાં ભૂમાફિયા જયેશ પટેલનાં 8 સાગરીતોને રિમાન્ડની માંગ સાથે ડેઝીગ્નેટેડ કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટ દ્વારા આરોપીઓનાં 9થી12 દિવસનાં રિમાન્ડ મંજુર કરાયા છે. આરોપીઓ પૈકી નિલેશભાઈ મનસુખભાઈ ટોલિયા, પ્રફુલભાઈ જેંતીલાલ પોપટ, અતુલભાઇ વિઠ્ઠલભાઈ ભંડેરી, પ્રવીણભાઈ પરસોતમભાઈ ચોવટીયા અને અનિલભાઈ મનજીભાઈ પરમારના 12 દિવસનાં રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. જ્યારે મુકેશભાઈ વલ્લભભાઈ અભંગી (પટેલ), વશરામભાઈ ગોવિંદભાઈ મિયાત્રા અને જીગર (જીમી) પ્રવીણભાઈ આડતીયાનાં 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

જામનગર સીટી વિભાગના મદદનીશ પોલીસ કમિશ્નર નિતેશ પાંડેએ રાજકોટ પ્રિન્સિપાલ એન્ડ ડીસ્ટ્રીકટ સ્પેશિયલ સેશન્સ કોર્ટનાં મેજિસ્ટ્રેટ સમક્ષ આ કેસનાં આરોપીનાં નામ રજૂ કર્યા હતા. જેમાં જયસુખભાઇ મૂળજીભાઈ રાણપરીયા(જયેશ પટેલ), નિલેશભાઈ મનસુખભાઈ ટોલિયા, પ્રફુલભાઈ જેંતીલાલ પોપટ, અતુલભાઇ વિઠ્ઠલભાઈ ભંડેરી, પ્રવીણભાઈ પરસોતમ ભાઈ ચોવટીયા, અનિલભાઈ મનજીભાઈ પરમાર , મુકેશભાઈ વલ્લભભાઈ અભંગી (પટેલ), વશરામભાઈ ગોવિંદભાઈ મિયાત્રા , જીગર (જીમી) પ્રવીણભાઈ આડતીયા, યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ વલ્લભભાઈ અભંગી (પટેલ), સુનિલભાઈ ગોકલદાસ ચાંગાણી અને વસંતભાઈ લીલાધરભાઇ માનસાતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જણાવી 15થી20 દિવસનાં રિમાન્ડ મંજુર કરવા માંગણી કરી હતી. જેની સામે કોર્ટે 9થી12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભૂ-માફિયા જયેશ પટેલે બુદ્ધિપૂર્વક જુદા-જુદા ક્ષેત્રમાં સંકળાયેલા લોકોનો ઉપયોગ કરીને ગુનાખોરી આચરી છે. જેમાં વકીલ, કોર્પોરેટર, જેલ ભોગવી ચૂકેલા આરોપીઓ ઉપરાંત અખબાર મેનેજર સહિતના સામેલ હોવાનું ખુલ્યું છે. જેમાં ખોટી નોટિસો પ્રસિદ્ધ કરવા વકીલ વસંતભાઈ માનસાતા, ધમકાવવા માટે નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વશરામભાઈ મિયાત્રા, વર્તમાન પત્ર ચલાવવા-નાણાકીય ઉઘરાણી માટે નવાનગર ટાઈમ્સનાં મેનેજર પ્રવીણ ચોવટીયા, મારકૂટ તથા બળજબરી પૂર્વક લોકો પાસેથી વસ્તુ પડાવવા યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજા, નાણાંનુ અન્ય રોકાણ કરવા માટે બિલ્ડર રમેશભાઈ તથા મુકેશભાઈ અભંગી, મોટી રકમના સોદાઓનાં સેટલમેન્ટ માટે સમાજનાં આગેવાન અને બિલ્ડર નિલેશભાઈ ટોલિયા, બારોબાર હવાલો પાડી શકાય તે માટે સુનિલ ચાંગાણી, અને હવાલા કૌભાંડ આચરી શકાય તે માટે અનિલ પરમાર સહિતનાઓનો ઉપયોગ કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !