રાજકોટ. શહેરના સામાકાંઠે ઓફિસ ધરાવતા અને હત્યા સહિતનાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ભુપત ભરવાડને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. જો કે રાકેશ પોપટ હાલ ફરાર થવામાં સફળ રહ્યો છે. બંને વિરુદ્ધ જમીનના એક પ્લોટના વિવાદમાં બળજબરીથી રૂા.70 લાખ ઓળવી લીધાની ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચે તત્કાળ કાર્યવાહી કરી ભુપતને દબોચી લીધો છે. અને રાકેશને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
શહેરનાં શિવસૃષ્ટિ પાર્ક-૩માં રહેતા અને પેડક રોડ પર ચંપકનગરમાં કુબેર હોટલ ચલાવતા ધવલ ભરતભાઈ મીરાણીએ આ બંને સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ, વર્ષ 2017માં કુવાડવા રોડ પર પ્લોટ ખરીદ કરવા માટે તેણે ટોકન આપ્યું હતું, ત્યારે બંને આરોપીઓએ તેને રાકેશની પેડક રોડ પરની ઓફિસ ખાતે બોલાવી તેણે જે પ્લોટ ખરીદ કર્યો તેમાં પોતાને બે કરોડની નુકસાની ગયાનું કહી ઓફિસની ઉપર આવેલ ફલેટ ખાતે લઈ જઈ ગાળો ભાંડી મારકૂટ કરી ખૂનની ધમકી આપી નુકસાની પેટેના 50 લાખની માગણી કરી હતી.
બાદમાં તેણે પ્રફુલ્લભાઈ સાથે ભાગીદારીમાં વિદ્યાનગર રોડ પર મકાન ખરીદ કર્યું હતું. જેના રૂા.33 લાખ તેની પાસેથી લઈ અને બાકીના રૂા.17 લાખમાંથી તેની રૂ. 2 લાખ રોકડમાં તેમજ મુકેશ પટેલના નામે ફોર્ચ્યુનર કાર ખરીદ કરી તેના રૂા. 73,500ના 20 હપ્તા મળી રૂપિયા 14.70 લાખ ભરાવ્યાં હતા. આ ઉપરાંત રૂા.30 હજાર રોકડા મુકેશ પટેલને આપી દીધા છતાં આરોપીઓએ ફોર્ચ્યુનર કારના વધુ બે હપ્તા ભરવા ધમકીઓ આપી હતી.
[caption id="attachment_5439" align="aligncenter" width="220"] ભુમાફીયા ભુપત ભરવાડ[/caption]
એટલું જ નહીં તેણે જેન્તીભાઈ પટેલનું એક કરોડનું જે મકાન ખરીદ કર્યું હતું તેમાં બળજબરીથી 25 ટકાના ભાગીદાર તરીકે રહી 6 માસ બાદ ભાગ છૂટો કરવાનું જણાવી બળજબરીથી રૂા.૪૫ લાખ કઢાવી લીધા છે. આ રીતે બંને આરોપીઓએ 2017 થી લઈ અત્યાર સુધી તેની પાસેથી કુલ 70 લાખ બળજબરીથી કઢાવી લીધા હોવાનું જણાવ્યું હતું.
ધવલભાઈની અરજી મળતા જ ક્રાઈમ બ્રાંચ હરકતમાં આવી હતી. અને પીઆઈ વી. કે. ગઢવીએ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર ફરિયાદ દાખલ કરવા અને રક્ષણ આપવાની ખાતરી આપી હતી. જેને પગલે જ ધવલભાઈએ ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાંચે આ બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. અને ત્વરિત કાર્યવાહી કરી ભૂપત ભરવાડની ધરપકડ કરી લીધી છે. અને હવે રિમાન્ડની માગણી સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં અવનાર છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ ઈન્દોરના નામચીન જીતુ સોનીને ભૂપત ભરવાડે પોતાના ફાર્મ હાઉસમાં આશરો આપ્યો હતો. ઈન્દોર પોલીસ પકડવા આવતા ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ઝાલા કે જે ભૂપત ભરવાડનો ખાસ માણસ હતો. તેણે માહિતી લીક કરી દેતાં જીતુ સોની ભાગી ગયો હતો. જેને કારણે રાજ્યભરમાં શહેર પોલીસની આબરૂ ખરડાઈ હતી. અને કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
આરોપી ભૂપત ભરવાડ લાંબો ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. તેના વિરૂદ્ધ મર્ડર, ખૂનની કોશિશ, હુમલો, આર્મ્સ એક્ટ, રાયોટીંગ, તોડફોડ, મહિલાને ત્રાસ આપી આપઘાતની ફરજ પાડવી સહિતના 9 ગુના શહેરના જુદા-જુદા પોલીસ મથકમાં નોંધાયા છે. આ ઉપરાંત હાલ નાસતા ફરતા આરોપી રાકેશ પોપટ વિરૂદ્ધ પણ વિશ્વાસઘાત, છેતરપિંડી અને મહિલાને ત્રાસ આપી આપઘાતની ફરજ પાડવા અંગે કુલ બે ગુના નોંધાયા છે.