• ભુમાફિયા ભૂપત ભરવાડના વધુ રિમાન્ડ મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી 
  • ભૂપત ભરવાડના ગુન્હા સંબંધ વિશેષ પુરાવાઓ મેળવવા મજકુર આરોપી નો એસ. ડી. એસ. (SUSPECT DETECTION  SYSTEM) ટેસ્ટ કરાવવામાં આવશે
  • આરોપીઓ દ્વારા વાર્ષિક કેટલો ઇન્કમ ટેક્ષ ભરાયો છે ? અને તેના બેંક એકાઉન્ટ વિગેરેની માહિતી મેળવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે

રાજકોટ. ભૂમાફિયા ભૂપત ભરવાડ પાસેથી વિગતો કઢાવવા માટે તેના વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જો કે સ્થાનિક કોર્ટે રિમાન્ડની માંગ ફગાવી દેતા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ ભૂપત ભરવાડનો સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ કરાવવામાં આવનાર છે.

ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઇ વી. કે. ગઢવીનાં જણાવ્યા મુજબ આરોપીનાં આર્થિક વ્યવહારોને લઈને તપાસ ચાલી રહેલ છે. જેમાં ફરીયાદી પાસેથી બળજબરીથી મેળવેલ રોકડ રકમ ક્યાં અને કોને અપાઈ છે ? સાથે જ અન્ય બીજા ક્યાં-ક્યાં આરોપીઓ સંડોવાયેલા છે? સહિતના મુદ્દે રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. પણ સ્થાનિક કોર્ટ દ્વારા રિમાન્ડ નામંજૂર થતા હવે આ માટે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રીવીઝન અજી દાખલ કરવા કાર્યવાહી કરવામા આવી છે. છે

તેમજ આરોપી દ્વારા આચરવામાં આવેલ ગુન્હા સંબંધ વિશેષ પુરાવાઓ મેળવવા મજકુર આરોપી નો એસ. ડી. એસ. (SUSPECT DETECTION  SYSTEM) ટેસ્ટ કરાવવામાં આવનાર છે. તેમજ આરોપીઓ દ્વારા વાર્ષિક કેટલો ઇન્કમ ટેક્ષ ભરાયો છે ? અને તેના બેંક એકાઉન્ટ વિગેરેની માહિતી મેળવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ આરોપીઓના નામે રહેલ મિલ્કતો બાબતે પણ ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવનાર છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ મુદ્દે પકડવાના બાકી અને નાસતા ભાગતા ફરતા આરોપીઓ પાસપોર્ટ ધરાવે છે કે કેમ ? તે બાબતે અમદાવાદ પાસપોર્ટ ઓફિસથી માહિતી મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેમાં આરોપીઓનાં પાસપોર્ટ નંબરની માહિતી આવ્યે એરપોર્ટ ઓથોરીટીને જાણ કરવામાં આવશે. ધરપકડ ટાળવા નાસતા ફરતા રાકેશ પોપટ, પ્રમોદગીરી ઉર્ફે રાજુ પ્રેમગીરી ગોસ્વામી અને હિતેષ ભગવાનગીરી ગોસ્વામીના કોર્ટમાંથી સીઆરપીસી કલમ 70 મુજબ વોરન્ટ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારબાદ પણ આરોપીઓ નહીં મળે તો તેને ભાગેડુ જાહેર કરાશે અને મિલકતો ટાંચમાં લેવાની પણ હાથ ધરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud