દિપક રોડવેઝમાંથી મચ્છી પાવડરનાં પાર્સલની આડમાં મોકલાયેલો વિદેશી દારૂનો જથ્થો પકડાયો
એક પાર્સલની અંદર ચાર ઈંગ્લીશ દારૂની પેટીઓને ફરતે પ્લાસ્ટિક વીંટીને આ પેટીઓને ડબલ પુઠ્ઠાના બોક્સમાં પેક કરીને આખા બોક્સને પ્લાસ્ટિક પેકિંગ કરી તેના પર પ્લાસ્ટિકની પટ્ટીઓ બાંધવામાં આવી હતી.
આજ દિવસ સુધી બુટલેગરોએ દૂધના ટેન્કરમાં, પાણીના ટેન્કરમાં, ઓઇલના બેરલમાં, કારમાં ચોરખાનું બનાવવા સહિતના નુસખા અજમાવી લીધા છે
રાજકોટ. બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રાન્સપોર્ટ સર્વિસનાં માધ્યમથી મચ્છી પાવડરની આડમાં જ વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. પોલીસે બુટલેગરોનાં આ પ્રયોગને નાકામ કરીને સમગ્ર મામલનો પર્દાફાશ કર્યો છે. તેમજ દિપક રોડવેઝમાંથી મચ્છી પાવડરનાં પાર્સલની આડમાં મોકલાયેલો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભક્તિનગર પોલીસનાં જણાવ્યા મુજબ બુટલેગરોએ આ પાર્સલો દિપક રોડવેઝ મારફતે સપ્લાય કર્યા હતા. આ અંગેની બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં એક પાર્સલની અંદર ચાર ઈંગ્લીશ દારૂની પેટીઓને ફરતે પ્લાસ્ટિક વીંટીને આ પેટીઓને ડબલ પુઠ્ઠાના બોક્સમાં પેક કરીને આખા બોક્સને પ્લાસ્ટિક પેકિંગ કરી તેના પર પ્લાસ્ટિકની પટ્ટીઓ બાંધવામાં આવી હતી. જેથી પ્રથમ દ્રષ્ટિએ તેમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની શંકા પણ પડવી શક્ય નહોતી.
પોલીસે હાલ ટાટા કંપનીની ગેસ્ટ કાર અને માલવાહક ફોરવ્હીલ વાહનમાંથી આશરે અઢી લાખની કિંમતનાં 2496 ચપલા કબ્જે કર્યા છે. તેમજ હાલ પોલીસ આ પાર્સલ ક્યાંથી આવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનાં હતા તે અંગે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ માટે દિપક રોડવેઝનાં સંચાલકની પૂછપરછ પણ કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, દારૂબંધી વચ્ચે શહેરમાં વિદેશી દારૂ પહોંચાડવા માટે બુટલેગરો અલગ-અલગ તરકીબો અજમાવતા હોય છે. આજ દિવસ સુધી બુટલેગરોએ દૂધના ટેન્કરમાં, પાણીના ટેન્કરમાં, ઓઇલના બેરલમાં, કારમાં ચોરખાનું બનાવવા સહિતના નુસખા અજમાવી લીધા છે. જોકે, પોલીસ દર વખતે બુટલેગરો પર ભારે પડી છે. આવા જ પ્રકારે બુટલેગરોનો વધુ એક કીમિયો પોલીસે નિષ્ફળ કર્યો છે.