વેપારી ICICI બેંકમાંથી રૂપિયા ઉપાડી એક થેલામાં નાંખી તેના ઘરે ટીફીન લેવા માટે બહાર નીકળ્યા હતા.
રૂપિયા ભરેલો થેલો બાઈકમાં ટીંગાડી બાઈક ચાલુ કરતા જ એક શખ્સ રૂપિયા 3.10 લાખ ભરેલો થેલો લઈને નાસી છૂટયો
બેંકની બાજુમાં રહેલા સીસીટીવી ચેક કરતા બે શખ્સો લૂંટ કરી જતા હોવાનું સામે આવ્યું
રાજકોટ. જસદણમાં ધોળા દિવસે દિલધડક લૂંટની ઘટના સામે આવી છે. જેમાં વેપારી ICICI બેંકમાંથી રૂપિયા ઉપાડી એક થેલામાં નાંખી તેના ઘરે ટીફીન લેવા માટે બહાર નીકળ્યા હતા. પરંતુ રૂપિયા ભરેલો થેલો બાઈકમાં ટીંગાડી બાઈક ચાલુ કરતા જ એક શખ્સ રૂપિયા 3.10 લાખ ભરેલો થેલો લઈને નાસી છૂટયો હતો. પોલીસે ઘટના સ્થળની નજીક રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના ચેક કરતા તેમાં બે શખ્સો નજરે પડી રહ્યા હોઈ બંનેને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
https://youtu.be/9FalSJKKlTg
જાણવા મળતી વિગત મુજબ, જસદણ નવા માર્કેટિંગ યાર્ડમાં વિહળાનાથ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા શૈલેષભાઈ ભાયાણી બસસ્ટેન્ડ નજીકની ICICI બેંકમાં રૂપિયા ઉપાડવા આવ્યા હતા. બેંકમાંથી તેમણે રૂ.1.10 લાખ ઉપાડ્યા હતા. અને તેમની પાસે રહેલા થેલામાં રૂ.2 લાખ અગાઉથી હતા. આ કુલ રૂપિયા 3.10 લાખ થેલામાં નાખીને બેંકેથી તેઓ ઘરે ટીફીન લેવા માટે જતા હતા. બાદમાં પોતાની પેઢીએ ખેડૂતોને બીલ ચૂકવવા માટે જવાના હતા.
જો કે બેંકની નજીકથી અચાનક જ બાઈકમાં ટીંગાડેલા થેલામાંથી બે અજાણ્યા શખ્સો થેલામાં રહેલ રૂ.3.10 લાખ રોકડાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. જેને લઈને વેપારીએ જાણ કરતા જસદણ પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને બેંકની બાજુમાં રહેલા સીસીટીવી ચેક કરતા બે શખ્સો લૂંટ કરી જતા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પોલીસે લૂંટનો ભોગ બનનાર શૈલેષભાઈ ભાયાણીની ફરિયાદ લઈ લૂંટ ચલાવનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.