ગંભીર મામલે ત્વરિત કાર્યવાહી કરવાને બદલે પોલીસ દ્વારા યુવતિનાં માતા-પિતા સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું
દોઢ વર્ષ પહેલા જેતપુર જાગૃતિનગરમાં રહેતાં મુસ્લિમ શખ્સ ઇરફાન પઠાણે દિકરીને લલચાવી ફોસલાવીને લગ્ન કરવા માટે તૈયાર કરી હતી
ઇરફાન ફરીથી દિકરીને ભગાડી ગયો છે. તે જ્યાં નોકરી કરે છે ત્યાં કે તેના ઘરે પણ મળ્યો નથી.
રાજકોટ. જિલ્લાનાં જેતપુરમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મુસ્લિમ યુવક 22 વર્ષીય યુવતિને લગ્નની લાલચે ભગાડી જતા માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ગંભીર મામલે ત્વરિત કાર્યવાહી કરવાને બદલે પોલીસ દ્વારા યુવતિનાં માતા-પિતા સાથે અસભ્ય વર્તન કરવામાં આવી રહ્યું હતું. જેને પગલે માતા-પિતા સહિત પરિવાર તેમજ સમાજનાં લોકો રાજકોટ એસપી કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ચોધાર આંસુએ રડતા-રડતા તેઓએ પોતાની દિકરીને બચાવવાની અપીલ કરી હતી.
આ અંગે યુવતિનાં પિતાએ જણાવ્યું હતું કે, હું મારા પત્ની, પુત્ર અને પુત્રી સાથે રહું છું. મારી દિકરી 22 વર્ષની છે અને પુત્ર 20 વર્ષનો છે. 15મીએ વહેલી સવારે 4 વાગ્યે મારો દિકરો જાગ્યો ત્યારે દિકરી સૂતી હતી. પરંતુ હું પાંચ વાગ્યે જાગ્યો ત્યારે દિકરી ક્યાંય જોવા મળી નહોતી. જેને પગલે તેના મોબાઇલ નંબર પર ફોન કરતાં તે પણ બંધ આવતો હતો. તેમજ સગા સબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં કોઈ ભાળ મળી ન હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ દોઢ વર્ષ પહેલા જેતપુર જાગૃતિનગરમાં રહેતાં મુસ્લિમ શખ્સ ઇરફાન પઠાણે દિકરીને લલચાવી ફોસલાવીને લગ્ન કરવા માટે તૈયાર કરી હતી. ત્યારે તેણે મૈત્રી કરારના કાગળો પણ ઉભા કરાવ્યા હતાં. જોકે દીકરીને પૂછતાં તેણે કોઇ કાગળો નહીં કરાવ્યાનું કહ્યું હતું. તેમ છતાં અમે રાજકોટની કોર્ટમાં એપ્લિકેશન કરી લગ્ન અટકાવવાની કાર્યવાહી કરી હતી. દરમિયાન ઇરફાન ફરીથી દિકરીને ભગાડી ગયો છે. તે જ્યાં નોકરી કરે છે ત્યાં કે તેના ઘરે પણ મળ્યો નથી.
દિકરી પણ ઘરમાંથી કપડા, મોબાઇલ ફોન, સોનાના દાગીના સહિત રૂ. 1.75 લાખનો સામાન અને રોકડા રૂપિયા 21,000 પણ લઇ ગઇ હોવાનું જણાવી આ યુવક ઇરફાન અમારી દિકરી જે કંઇ લઈ ગઈ છે, તે બધુ વેચી નાંખી દિકરીને ગમે ત્યાં મૂકીને જતો રહેશે તેવી દહેશત પણ તેમણે વ્યક્ત કરી છે. આ સાથે જ એસપીને આ મુદ્દે ત્વરિત કાર્યવાહી કરી પોતાની દિકરી પરત અપાવવાની માંગ કરતા માતા-પિતા બંને ચોધાર આંસુએ રડી પડ્યા હતા.