મોરબી. વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે મોરબી માળીયા વિસ્તારમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સ્થાનિકો ઉધડો લેતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પ્રચાર કરતા બ્રિજેશ મેરજા પર સ્થાનિકોએ ફોન ન ઉપાડતા હોવાનો આક્ષેપ કર્યો છે.
વીડિયોમાં સ્થાનિક કહે છે કે અમારે કોઈ પણ પ્રશ્ર્ન હોય તો તમે અમારો ફોન નથી ઉપાડતા, તમને ફોન કરીએ તો તમે બહાર હોય, તો અમારે રજૂઆત ક્યાં કરવી. અમે કાંતિભાઈને રાતે 2 વાગ્યે પણ ફોન કરીને તો એ રાતે 2 વાગ્યે હાજર થઈ અને અમારી રજૂઆત સાંભળતા હોવાનો દાવો પણ આ સ્થાનિકે કર્યો છે.
https://youtu.be/vjbIes0OhKM
તો પાણી મુદ્દે અન્ય એક સ્થાનિકે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, પાણી તો આવતું નથી. અમારે કોને કહેવું, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો. અને વધુ એક સ્થાનિકે કહ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષથી કચેરીમાં હું ધક્કા ખાવ છું. છતા પણ મારૂ કામ થતું નથી. જોકે બ્રિજેશ મેરજાએ રોષે ભરાયેલા આ સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું. સાથે તેમના તમામ પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.