• અમદાવાદના ડોક્ટરોએ સાંસદનું ચેકઅપ કરી શરીરમાંથી કાર્બન ડાયોક્સાઈડ પૂરતા પ્રમાણમાં ન નિકળવાને કારણે લોહીમાં ગઠ્ઠા થયા હોવાનું જણાવ્યું હતું 
  • સુરતના ડો. સમીર ગામી ચાર્ટડ પ્લેન માં સુરત ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે આવી પહોંચ્યા, સંસદ અભય ભારદ્વાજની ECMO ટ્રીટમેન્ટ શરુ કરાઈ
  • નિતિન ભારદ્વાજે જણાવ્યું કે, હાલ તો ભાઈની તબિયત સ્થિર છે
Rajyasabha MP Abhay Bharadwaj

રાજકોટ. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત લથડતા અમદાવાદથી ખાસ ડોક્ટરોની ટીમ આવી હતી. અને સાંસદનું ચેકઅપ કરી શરીરમાંથી કાર્બન ડાયોક્સાઈડ પૂરતા પ્રમાણમાં ન નિકળવાને કારણે લોહીમાં ગઠ્ઠા થયા હોવાનું જણાવ્યું હતું. જેને પગલે હવે સુરતથી ડોક્ટર્સની ટીમ બોલાવવામાં આવી છે. અને સુરતના ડો. સમીર ગામી ચાર્ટડ ફ્લાઇટ દ્વારા ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે રાજકોટ મંગળવારે મોડી રાત્રે આવી પહોંચ્યા હતા . અને તાત્કાલિક અભય ભારદ્વાજની ECMO ટ્રીટમેન્ટ શરુ કરી દેવામાં આવી હતી.

આ અંગે અભયભારદ્વાજનાં ભાઈ અને ભાજપનાં નેતા નિતિન ભારદ્વાજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ તો ભાઈની તબિયત સ્થિર છે. આજે કોરોના સ્પેશિયાલિસ્ટ ડોકટર અતુલ પટેલ, ડો. તુષાર પટેલ અને ડો. આનંદ શુક્લની ટીમ દ્વારા ચેકઅપ કરાયું હતું. જેમાં કિડની લિવર અને હાર્ટ યોગ્ય રીતે જ ફંકશન કરતું હોવાનું તેમજ ઓક્સિજન લેવલ નોર્મલ (90-92) હોવાનું તેમણે જણાવ્યું હતું.

જો કે કાર્બન ડાયોક્સાઈડ પૂરતા પ્રમાણમાં નિકળતો ન હોવાથી હવે સુરતથી સ્પેશિયલ ડોક્ટરોની ટીમ આવે છે. અને આ ટીમ ફેફસાંને લગતી સારવાર કરી કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળવાની પ્રક્રિયાને વ્યવસ્થિત કરવા ECMO ટ્રીટમેન્ટ દ્વારા પ્રયાસ કરશે. રાજકોટના ડોક્ટરો પણ આ દરમિયાન સાથે જોડાશે. સાથે જ મોટાભાઈની તબિયત જલ્દી સામાન્ય થઈ જવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય સંઘવી થોડા સમય પૂર્વે કોરોના પોઝીટીવ થયા બાદ સ્વસ્થ થયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud