રાજકોટ : રાજયસભાનાં સાંસદ તેમજ ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજની ચેન્નાઈની MJM હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યાં તેમની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છે. ડોકટર બાલકૃષ્ણનની સારવાર અસરકારક સાબિત થઈ રહી છે. અને તેઓ આંખો ખોલીને સામું જોતા થયા છે. તેમજ રિસ્પોન્સ આપી રહ્યા હોવાનું તેમના ભાઈ નીતિન ભારદ્વાજે મીડિયાને જણાવ્યું છે.
વધુમાં નીતિન ભારદ્વાજે કહ્યું હતું કે, અભયભાઈનો ધીમે-ધીમે રિસ્પોન્સ મળતો જાય છે. તેઓ હવે આંખો ખોલે છે, સામું જુએ છે, માથું હલાવીને અને હસીને રિસ્પોન્સ આપે છે. જેને પગલે ડોક્ટરોનાં ઉત્સાહમાં પણ વધારો થયો છે. અને નજીકનાં ભવિષ્યમાં તેઓ સ્વસ્થ થઈ રાજકોટ પરત ફરે તેવી સંભાવનાઓ પણ નીતિન ભારદ્વાજે વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 37 દિવસથી અભયભાઈ વેન્ટિલેટર ઉપર છે. રાજકોટમાં જ તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ચુક્યો હતો. જો કે ફેંફસામાં તકલીફ હોવાને કારણે તેમને ચેન્નાઈ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સુપ્રસિદ્ધ ફેફસાના સર્જન ડો.બાલાકૃષ્ણન તેમની સારવાર કરી રહ્યાં છે. તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થતા પરિવાર સહિત સમર્થકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !