• નરેશ કનોડિયા અને પાલિતાણના ઘેટી ગામમાં રહેતા બાબરીયા પરિવાર વચ્ચે ઘરોબો હતો.
  • કલાજગત અને રાજકારણીઓ દ્વારા શોક વ્યક્ત કરાયો. 

રાજકોટ.ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાના દુઃખદ અવસાનને પગલે પાલીતાણાનો એક શખ્સ આઘાતમાં સરી પડ્યો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આજરોજ ગુજરાતી ફિલ્મનાં સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાથી નિધન થયું છે. જેને લઈને કલા જગત ઉપરાંત રાજકારણમાં પણ ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ત્યારે રાજકોટ આવેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા તેમજ સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે નરેશ કનોડિયા સાથે ઘરોબો ધરાવતા પરિવારનાં મોભી આઘાતમાં સારી પડતા તેમને તરત જ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, કનોડિયા પરિવાર ગાંધીનગરમાં મારા પાડોશી હતા. મારૂ અને તેમનું ઘર બાજુબાજુમાં હોવાથી તહેવારોમાં હળતા મળતા હતા. જેથી ઘરોબો તો હતો જ, સાથે-સાથે તેઓ ભાજપ સાથે જોડાયેલા હોવાથી ભાજપનો જ પરિવાર ગણાય. હજુ મહેશભાઈના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં નરેશભાઈના સમાચારથી આઘાત લાગ્યો છે. અને ગુજરાતનું કલા જગત રાખ બન્યું છે. કારણ કે, ગુજરાતી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી પછી તેઓ એક મોટા ગજાના કલાકાર હતા. જેને ગુમાવ્યાનો અફસોસ આજીવન રહેશે.

નરેશ કનોડિયા અને પાલિતાણના ઘેટી ગામમાં રહેતા બાબરીયા પરિવાર વચ્ચે ઘરોબો હતો. અવારનવાર બંને પરિવારનાં લોકો એકબીજાને મળતા પણ હતા. ત્યારે આજે તેમના નિધનના સમાચાર સાંભળી આ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. જેમાં પણ આ પરિવારનાં મોભી ખીમરાજભાઈને વધુ પડતો આઘાત લાગતા તેઓ બેભાન થઈ ગયા હતા. અને તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પરિવારે નરેશ કનોડિયા સાથેની મુલાકાતની તસવીરોનો આલ્બમ પણ બનાવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud