રાજકોટ : જામનગર રોડ પરની એક સોસાયટીમાંકાર પાર્કિંગ મુદ્દે થયેલી નજીવી તકરાર બાદ યુવકે પડોશીના નામે બોગસ ફેસબુક આઇડી બનાવ્યું હતું. એટલું જ નહીં તેમાં પડોશીની પત્નીનાં ફોટા અપલોડ કરી આખા પરિવાર વિશે બિભત્સ ટીપ્પણી કરી હતી. આ મામલે સાયબર ક્રાઇમમાં અરજી બાદ ભૂજ પોલીસમાં થયેલી ફરિયાદના આધારે પોલીસે ફરિયાદીના પડોશીને ઝડપી લીધો છે.

જાણવા મળતી વિગત મુજબ શહેરના જામનગર રોડ પર શાંતિનિકેતન પાર્કમાં રહેતા અને હાલ ભૂજ જી.કે. જનરલ હોસ્પિટલમાં બીલીંગ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સુખદેવસિંહ નવલસિંહ ઝાલાએ રાજકોટમાં તેની સોસાયટીમાં પડોશમાં રહેતા મયુર સંજયકુમાર માનકર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, તેમની નોકરી ભૂજ હોવાથી અઠવાડિયા, પંદર દિવસે રાજકોટ પરિવાર પાસે આવે છે. પત્ની વર્ષાબા અને પાંચ વર્ષનો એક પુત્ર રાજકોટ જ રહે છે. 17 માર્ચના રોજ કોઇ અજાણ્યા વ્યક્તિએ તેમના નામે બોગસ ફેસબુક આઇડી બનાવી અને તેના પરથી મેસેન્જર દ્વારા તેમને મેસેજ કર્યા હતા.

જેમાં તેમની પત્ની વર્ષાબા અને પરિવાર વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. બાદમાં આ તેનો નિત્યક્રમ બન્યો હતો. અને તે અવારનવાર આ પ્રકારે મેસેજથી હેરાન કરવા લાગ્યો હતો. જેથી પોતે મેસેન્જર દ્વારા જ આવું ન કરવા કહ્યું હતું. પરંતુ ત્યારબાદ આરોપીએ તેમના અને તેની પત્નીના ફોટા ફેક આઇડીમાં અપલોડ કરી પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમજ નીચે ફરિયાદીનો મોબાઇલ નંબર પણ દર્શાવ્યો હતો.

સમગ્ર ઘટના અંગે સુખદેવસિંહે પોલીસમાં અરજી કરી હતી. જેને આધારે સાયબર સેલની મદદ લેતા બોગસ ફેસબુક આઇડી રાજકોટમાં ફરિયાદી સુખદેવસિંહ રહે છે એ સોસાયટીમાં જ રહેતા મયુર સંજયકુમાર માનકરે બનાવીને ફોટા અપલોડ કરી બિભત્સ ટિપ્પજ્ણી કર્યાનું ખુલ્યું હતું. જેને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. જેમાં સોસાયટીમાં પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલુ હતી ત્યારે ફરિયાદીની કાર પાર્ક કરવા મામલે બોલાચાલી થઇ હોવાથી પોતે આ કૃત્ય કર્યાનું કબુલ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !