રાજકોટ: મોરબીના વેપારીને હનીટ્રેપ માં ફસાવવાના કેસમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તાલુકા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તૃષા બુસાને સસ્પેન્ડ કરી દીધા છે. એટલું જ નહીં આ કેસમાં ધરપકડ કરાયેલા બે GRD જવાન સહિત કુલ પાંચ જવાનોની પણ હકાલપટ્ટી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સ્પા સંચાલકે એક વેપારીને હનીટ્રેપમાં ફંસાવ્યા હતા. આ કેસમાં ASI માસ્ટર માઈન્ડ હોવાનું ખુલતા કમિશ્નરે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

આરોપી ASI તૃષા ભુવા

ASIનો આ કેસમાં શું રોલ હતો?

તમામ લોકોએ વેપારીને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસે રહેલા રોકડા 22,500 રૂપિયા પડાવી લીધા હતા. બાકીની બે લાખની રકમ પછીથી આપવાનું નક્કી થયું હતું. આ દરમિયાન વેપારી પોલીસ ફરિયાદ ન કરે તે માટે મહિલા ASI તૃષા બુહાએ વેપારીને પોલીસે સ્ટેશન બોલાવ્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. આ ઉપરાંત માસ્ક ન પહેરાવાનો ગુનો પણ નોંધ્યો હતો અને તેમને પોલીસ લોકઅપમાં પૂરી દીધો હતો. આથી જો ભવિષ્યમાં ફરિયાદ થાય તો આરોપી સ્પા સંચાલકની પત્નીના ઘરે નહીં પરંતુ પોલીસ સ્ટેશનમાં હતો એવું દર્શાવી શકાય.

યુવકો સ્પા કરાવવા આવે એટલે સંચાલક જવાનોને બોલાવી લેતો હતો

પોલીસનું કહેવું છે કે આરોપી સ્પા સંચાલક આશિષ મારડિયા પોતાના સ્પા ખાતે યુવકોને બોલાવતો હતો. આ દરમિયાન યુવકોને શારીરિક સંબંધ બાંધવાની ઑફર પણ કરાતી હતી. જે બાદમાં યુવકો શરીર સંબંધ બાંધીને બહાર નીકળે ત્યારે સ્પા સંચાલક ફોન કરીને કેટલાક જીઆરડી જવાનોને બોલાવી લેતો હતો. જે બાદમાં યુવકોને ખોટા કેસમાં ફીટ કરવાનું કહીને તેમની પાસેથી પૈસા પડાવવાનું રેકેટ ચલાવતા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !