• રાજકોટ પોલીસન કામગીરી બદલ અનેક એવોર્ડથી સન્માનીત કરાયા, સ્કોચ એવોર્ડ બાદ હવે ગવર્નન્સ એવોર્ડ મેળવ્યો
  • એવોર્ડ રૂપી સરાહનાને કારણે પોલીસનું મનોબળ વધશે
  • રાજકોટ ઇ-કોપ એપ્લિકેશન બનાવવા માટે ટેકનોસેવી તેમજ દુરંદેશી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અંગત રસ દાખવી તૈયાર કરાવી

રાજકોટ. શહેર પોલીસની યશ કલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. જેમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલી “રાજકોટ ઇ-કોપ” એપ્લીકેશનને ‘ગવર્નન્સ નાવ’ દ્વારા “કેપીસીટી બીલ્ડીંગમાં કેટેગરીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ઈન્ડીયા પોલીસ વર્ચ્યુલ સમીટ-2020માં એવોર્ડની ઘોષણા કરવામાં આવતા શહેર પોલીસમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જાણો શુ છે રાજકોટ ઈ-કોપ” એપ્લીકેશન

“રાજકોટ ઇ-કોપ” એપ્લીકેશન સ્માર્ટ પેટ્રોલીંગ અને મોનીટરીંગ સીસ્ટમ છે. આ એપ્લીકેશન પી.સી.આર. પેટ્રોલીંગ, બાઇક પેટ્રોલીંગ ઉપરાંત નાઇટ રાઉન્ડની પોલીસની કામગીરીમાં સીધી દેખરેખ રાખે છે. જેના કારણે નાઇટ પેટ્રોલીંગ વધુ પડતું સઘન, સુદ્રઢ અને પરીણામલક્ષી બન્યું છે. એપ્લીકેશન દ્વારા પોલીસનું પી.સી.આર. પેટ્રોલીંગ, બાઇક પેટ્રોલીંગ તથા નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગની ઓન લાઇન હાજરીની તમામ વિગતો આવરી લેવામાં આવી છે.

રાજકોટ ઈ-કોપ” એપ્લીકેશનનો ઉપયોગ

આ એપ્લિકેશન શહેરનાં તમામ પોલીસ કર્મચારીઓનાં મોબાઇલમાં ડાઉનલોડ કરવામાં આવી છે. જેના દ્વારા પોલીસ અધિકારી અને કર્મચારીઓની ડયુટી દરમિયાન થયેલી કામગીરીને સરળતાથી ચકાસી શકાય છે. આ એપ્લિકેશન બનાવવા માટે ટેકનોસેવી તેમજ દુરંદેશી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અંગત રસ દાખવી તૈયાર કરાવી છે. જેને ‘ગવર્નન્સ નાવ’ દ્વારા ‘કેપીસીટી બીલ્ડીંગમાં કેટેગરી એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud