• કોરોના સામે નિષ્ફળ તંત્રએ રેશમા પટેલને બરજબરી પુર્વક અટકાવ્યા
  • ગત રાત્રે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં થઈને 31 દર્દીઓનાં મોત નિપજ્યા
  • સીવીલ હોસ્પિટલ પહોંચી તંત્રની પોલ ખોલે એ પહેલાં પોલીસ તંત્ર દ્વારા રેશ્મા પટેલ સહિત કાર્યકર્તાઓની ધરપકડ કરી રાજકોટ પોલીસ હેડક્વાર્ટર લઇ જવાયા

રાજકોટ. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને લઈને લોકોની સાથે-સાથે વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે NCP નાં દિગ્ગજ નેતા રેશ્મા પટેલ અને શહેર પ્રમુખ સંદીપ ડોબરીયા સહિત કાર્યકર્તાઓ પણ સિવિલ હોસ્પિટલનાં દર્દીઓની મુલાકાતે પહોંચ્યા હતા. જો કે તેઓ હોસ્પિટલની અંદર પ્રવેશે તે પહેલાં પોલીસે તમામની અટકાયત કરી હતી. જેને લઈને રેશ્મા પટેલે ‘ભાજપ સરકાર હાય હાય’ નાં નારા લગાવ્યા હતા.

શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં પોઝીટીવ કેસ અને મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગત રાત્રે પણ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં થઈને 31 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આ સિવાય દર્દીઓ દ્વારા પણ ભોજન સમયસર અને સારૂ નહીં મળવાની તેમજ રૂપિયા ગુમ થવા સહિતની વિવિધ ફરિયાદો પણ ઉઠી રહી છે. જેને પગલે NCP નાં નેતા રેશ્મા પટેલ અને શહેર પ્રમુખ સહિતનાં અગ્રણીઓ દર્દીઓની વ્યથા સાંભળવા માટે પહોંચ્યા હતા.

જો કે આ તમામ સીવીલ હોસ્પિટલ પહોંચી તંત્રની પોલ ખોલે એ પહેલાં પોલીસ તંત્ર દ્વારા રેશ્મા પટેલ સહિત કાર્યકર્તાઓની ધરપકડ કરી રાજકોટ પોલીસ હેડક્વાર્ટર લઇ જવામાં આવ્યા છે. જેને લઈને રેશ્મા પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અને સાથે જ ભાજપની ઠોકશાહીની પોલ ન ખુલે એ માટે ભાજપ સરકાર પોલીસ તંત્ર નો દૂરઉપયોગ કરી જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud