રાજકોટ. શહેરમાં વધુ એકવાર સ્પાની આડમાં થતા દેહવ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અને ગ્રાહકો પાસેથી રૂ. 3300 લઈને યુવતિઓને રૂ. 1500 આપતા સંચાલકને ઝડપી લીધો છે. સાથે આ કામ માટે અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવેલી 5 યુવતિઓને પોલીસે મુક્ત કરાવી છે. આરોપી પાસેથી બે મોબાઈલ, DVR અને રોકડા રૂ.13,500 સહિત રૂ.31,500નો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, શહેરનાં કાલાવડ રોડ પર સૂર્યા કોમ્પલેક્ષની બાજુનાં બિલ્ડીંગમાં ‘અરીવા વેલનેશ એન્ડ હેલ્થકેર’ નામનાં સ્પામાં દેહવ્યાપાર થતો હોવાની માહિતી એન્ટી હ્યુમનટ્રાફિકીંગ યુનિટને મળી હતી. જેને આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો હતો. દરમિયાન સ્પાનો સંચાલક રવીન અશોકકુમાર ચલ્લા તેમજ પશ્ચિમ બંગાળ અને દિલ્હીની પાંચ યુવતિઓ મળી આવી હતી.

બહારનાં રાજ્યોની યુવતિઓની પૂછપરછમાં આરોપી રવિ ગ્રાહકો પાસેથી મસાજ અને શરીર સંબંધનાં રૂ. 3300 વસૂલી તેમને ગ્રાહકદીઠ રૂ. 1500 આપતો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પોલીસે રવિ સામે ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3,4 અને 5 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ પાંચેય યુવતિઓને સાહેદ બનાવીને મુક્ત કરવામાં આવી છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud