કોરોનાના કહેર વચ્ચે સીટી બસમાં નિયમોને તાગ પર મુકીને સીટી બસમાં મુસાફરી કરતા લોકોનો વિડીયો વાઇરલ
સીટી બસમાં સીટ પર જગ્યા ન હોવા છત્તા મુસાફરોને સ્વીકારવામાં આવ્યા
રાજ્ય સરકારે જાહેર પરિવહનનાં વાહનોમાં સામાજીક અંતર જળવાય તેટલા મુસાફરો બેસાડવાની મંજૂરી આપી છે
રાજકોટ : એકતરફ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઘેર-ઘેર ફરીને લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. અને કોર્પોરેશન તેમજ પોલીસતંત્ર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં ભંગ બદલ લોકો પાસે કરોડોનો દંડ વસુલવામાં આવી રહ્યો છે. તો બીજીતરફ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં હકડેઠઠ મુસાફરો ભરેલી સિટી બસનો વિડીયો વાયરલ થયો છે. જેને લઈને લોકો કોર્પોરેશનની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિટી બસ શહેરનાં રસ્તાઓ કોરોના વાયરસનો ભયાનક બોમ્બ બનીને ફરી રહી છે. આ સીટી બસમાં સીટ પર તો જગ્યા જ છે જ નહીં. તેમ છતાં મુસાફરોને બેસાડવામાં આવી રહ્યા છે. તંત્ર આમ જનતા પાસેથી દંડ વસુલ કરે છે, તો શું આ બસને પણ દંડ ફટકારવામાં આવશે ? આ બેદરકારીને કારણે કોરોના સંક્રમણમાં વધારો થાય તો શું કોર્પોરેશન તંત્ર તેની જવાબદારી લેશે ? જેવા અનેક સવાલો હાલ લોકોમાં ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે જાહેર પરિવહનનાં વાહનોમાં સામાજીક અંતર જળવાય તેટલા મુસાફરો બેસાડવાની મંજૂરી આપી છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસને જાણે કોઈ નિયમ લાગુ પડતા ન હોય તેવું આ વિડીયો જોતા લાગી રહ્યું છે. ત્યારે સામાન્ય લોકો પાસેથી મસમોટા દંડ વસુલતી પોલીસ અને મનપા આ સિટી બસનાં સંચાલકો સામે ક્યારે અને કેવી કાર્યવાહી કરશે તે તો આવનારો સમય જ બતાવશે.
- કોરોનાના કહેર વચ્ચે સીટી બસમાં નિયમોને તાગ પર મુકીને સીટી બસમાં મુસાફરી કરતા લોકોનો વિડીયો વાઇરલ
- સીટી બસમાં સીટ પર જગ્યા ન હોવા છત્તા મુસાફરોને સ્વીકારવામાં આવ્યા
- રાજ્ય સરકારે જાહેર પરિવહનનાં વાહનોમાં સામાજીક અંતર જળવાય તેટલા મુસાફરો બેસાડવાની મંજૂરી આપી છે