રાજકોટ. કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજારનો પર્દાફાશ કરી પોલીસે અગાઉ દવાના વેપારી અને એમઆરને ઝડપી લીધા હતા. દરમિયાન ચાલી રહેલી પૂછપરછમાં અન્ય એક દવાના વેપારીએ એમઆર પાસેથી 6 ઇન્જેક્શન મેળવીને દર્દીને કાળાબજારમાં વેચ્યા હોવાનું ખુલ્યું છે. જેને પગલે પોલીસે રૂપિયા 27 હજારમાં 6 ઈન્જેકશન વેંચનાર વેપારીની ધરપકડ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ, અગાઉ મોટીટાંકી ચોક વિસ્તારની ન્યૂ આઇડિયલ એજન્સીના સંચાલક પરેશ ઝાલાવડિયા અને ઝાયડસ હેલ્થ કેરનાં સૌરાષ્ટ્રનાં MR રજનીકાંત ફળદુએ રેમડેસીવીર ઇન્જેક્શનનાં કાળા બજાર કર્યાનો ધડાકો થતાં ક્રાઇમ બ્રાંચની ટીમે બંનેની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા બાદ જેલહવાલે કર્યા હતા. બંને શખ્સોએ કેટલા ઇન્જેક્શનના કાળાબજાર કર્યા હતા તે જાણવા પોલીસે શહેરની અલગ-અલગ હોસ્પિટલના ડોક્ટર અને કોરોનાથી સંક્રમિત થયેલા કેટલાક દર્દીઓને બોલાવી પૂછપરછ કરી હતી.
આ પૂછપરછ દરમિયાન એક દર્દીએ પોલીસને જણાવ્યું હતું કે, તેમણે મોટી ટાંકી ચોકમાં આવેલી રાજેન્દ્ર ફાર્મા નામની દુકાનના સંચાલક તંતીપાર્કમાં રહેતા પ્રયાગ ઉર્ફે લાલા ધીરૂ નારિયા પાસેથી રૂ.27000માં 6 રેમડેસીવીર ઇન્જેક્શન ખરીદ કર્યા હતા.
મામલાની તપાસ ચલાવી રહેલા ક્રાઇમ બ્રાંચના PSI એમ. વી. રબારીએ જણાવ્યું હતું કે, રેમડેક 100 એમજી એક ઇન્જેક્શનની બજાર કિંમત રૂ.2800 છે, જેથી 6 ઇન્જેક્શનના કુલ રૂપિયા 16800 થાય જેની સામે પ્રયાગ નારિયાએ રૂ.27000 વસૂલ્યા હતા. જેને લઈને પોલીસે તેની ધરપકડ કરી છે. તેમજ તેણે વધુ કેટલા ઇન્જેક્શનના કાળાબજાર કર્યા છે? સાથે જ આ મામલામાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ સહિતના મુદ્દે તપાસ કરવા આરોપીનાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !