કોવિફોર 100 MG ઇન્જેક્શનના બોગસ બિલિંગ કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે જાણીતી કંપનીનાં MR સહિત વધુ બે આરોપીઓની ધરપકડ કરી
ફૂડ એન્ડ ડ્રગ વિભાગનાં ચેકીંગ દરમિયાન આ કૌભાંડનો ખુલાસો થયો
થિયોસ ફાર્માસ્યુટિકલના સંચાલક સચિન પટેલ અને એક કેડીલા કંપનીના સૌરાષ્ટ્ર ઝોનના MR રજનીકાંત ફળદુની અટકાયત કરી
સચિન પટેલની પૂછપરછમાં તેઓ આ ઇન્જેક્શનું વેંચાણ કરી શકતા ન હોવાથી દેવાંત હોસ્પિટલનાં નામનું ખોટું બિલ બનાવ્યું હોવાનું રટણ
રાજકોટ : કોરોના વાયરસનાં ઈલાજ માટે ઉપયોગી રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી બાદ બોગસ બીલનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં કોવિફોર 100 MG ઇન્જેક્શનના બોગસ બિલિંગ કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે જાણીતી કંપનીનાં MR સહિત વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગનાં ચેકીંગ દરમિયાન આ કૌભાંડનો ખુલાસો થયો હતો. જેમાં કોવિફોર 100 MG ઇન્જેક્શનનું બોગસ બિલિંગ થતું હોવાનું જાણવા મળ્યું હતું. થિયોસ ફાર્માસ્યુટિકલ દ્વારા ફૂડ અને ડ્રગ્સ વિભાગની ઓફિસે રૂ. 4.54 લાખના 110 ઈન્જેક્શનનું દેવાંત હોસ્પિટલનાં નામે બોગસ બિલ બનાવી રજૂ કરવામાં આવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચે થિયોસ ફાર્માસ્યુટિકલના સંચાલક સચિન પટેલ અને એક કેડીલા કંપનીના સૌરાષ્ટ્ર ઝોનના MR રજનીકાંત ફળદુની અટકાયત કરી છે. સચિન પટેલની પૂછપરછમાં તેઓ આ ઇન્જેક્શનું વેંચાણ કરી શકતા ન હોવાથી દેવાંત હોસ્પિટલનાં નામનું ખોટું બિલ બનાવ્યું હોવાનું રટણ કરી રહ્યા છે. જો કે ઈન્જેકશનનો જથ્થો કોને વેંચવામાં આવ્યો તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસે જીવન રક્ષક ઇન્જેકશનના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને આખું છટકું ગોઠવ્યું હતું. જેમાં એક મહિલા સહિત પાંચની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા પાંચ પૈકી એક સિવીલ હોસ્પિટલનો રોજમદાર કર્મચારી હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે ઇન્જેકશનના કાળા કારોબારના આ તાર કેટલે સુઘી પહોંચેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
- કોવિફોર 100 MG ઇન્જેક્શનના બોગસ બિલિંગ કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે જાણીતી કંપનીનાં MR સહિત વધુ બે આરોપીઓની ધરપકડ કરી
- ફૂડ એન્ડ ડ્રગ વિભાગનાં ચેકીંગ દરમિયાન આ કૌભાંડનો ખુલાસો થયો
- થિયોસ ફાર્માસ્યુટિકલના સંચાલક સચિન પટેલ અને એક કેડીલા કંપનીના સૌરાષ્ટ્ર ઝોનના MR રજનીકાંત ફળદુની અટકાયત કરી
- સચિન પટેલની પૂછપરછમાં તેઓ આ ઇન્જેક્શનું વેંચાણ કરી શકતા ન હોવાથી દેવાંત હોસ્પિટલનાં નામનું ખોટું બિલ બનાવ્યું હોવાનું રટણ