વલ્લભભાઇ કથીરિયાએ ગોબર રેડિએશન અટકાવી શકે છે તેવો દાવો કર્યો હતો.

રાજકોટ : દીલ્લી ખાતે પત્રકાર પરિષદ યોજી રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભ કથારીયાએ ગાયના છાણમાંથી બનેલી ‘ગો સ્તવ‘ નામની ચીપ લોન્ચ કરી મોબાઈલના રેડીએશન કિરણોથી બચી શકાશે તેવો દાવો કર્યો હતો. જ્યારે ગાયના છાણમાંથી બનેલી ચીપ કયું રેડીએશન અટકાવે છે તે સાબિત કરી બતાવવા દિલ્લીના વૈજ્ઞાનિકોએ ખુલ્લો દાવાનો પડકાર કર્યો હતો. સાથે જ ગાયના ગોબરમાંથી રેડીએશન અટકાવતી ચીપ બનાવી સમાજમાં ભ્રમ ફેલાવામાં આવતો હોવાના આક્ષેપ સાથે વૈજ્ઞાનિક અભિગમથી ‘ ગો સત્વ ‘ચીપને સાબિત કરવા માટે ડો.જયંત પંડયાએ ખુલ્લો પડકાર કરતા ખળભળાટ મચી ગયો છે.

રાજકોટનાં જામનગર રોડ પરની શ્રીજી ગોશાળામાં છેલ્લા 3 વર્ષથી ગાયના છાણમાંથી બનાવેલી મોબાઈલ ચીપનું વેચાણ કરાઈ રહ્યું છે. તેમજ ગોબર ભસ્મમાંથી બનેલી 3 ઇંચની ‘ગો સત્વ’ ચીપ મોબાઈલમાં લગાવવાથી રેડીએશનના કિરણથી બચી શકાતું હોવાનો દાવો ત્રણ દિવસ પૂર્વે દિલ્લી ખાતેથી રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન વલ્લભભાઈ કથરીયાએ કર્યો હતો.

શ્રીજી ગોશાળાએ બનાવેલી ગો સત્વ ચીપ બજારમાં મોબાઈલની દુકાન, ગોશાળા,ધાર્મિક સ્થળો પર રૂ.50 થી રૂ.500 સુધી વેચાણ થઇ રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી બજારમાં વેચાતી ‘ગો સત્વ’ ચીપ કોઈ પ્રકારની સર્ટીફાઈડ નથી. માત્ર મોબાઈલ શોપમાં ટેસ્ટેડ ચીપ છે. કોઈ વૈજ્ઞાનિક સંસ્થાએ પ્રમાણિત કરેલી નથી. અને કોઈ સંસ્થાનું સર્ટીફીકેટ પણ આપેલું નથી. આમ છતાં છેલ્લા ત્રણ વર્ષથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટીવી, મીડિયા પર પ્રચાર-પ્રસાર શરુ કરી દેવામાં આવ્યો છે.

 

વિજ્ઞાન જાથાના ચેરમેન ડો.જયંત પંડયા

દિલ્લી ખાતેથી 21મી સદીના ડોક્ટર કક્ષાના ચેરમેન વલ્લભભાઇ કથરીયાએ ‘ગો સત્વ‘ ચીપનું માર્કેટીગ શરુ કરી ભ્રામક વાત ફેલાવવાનું શરુ કરતા વિવાદોમાં સપડાયા છે. તેમના દાવાને રાજકોટ વિજ્ઞાન જાથાના ચેરમેન ડો.જયંત પંડયાએ ખુલ્લો પડકાર ફેકી વૈજ્ઞાનિક ઢબે સાબિત કરી બતાવવાનું કહ્યું છે.

વધુમાં જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે આયુર્વેદના નિષ્ણાતોને એગ્રીકલ્ચર તથા રસાયણ વિજ્ઞાનના તજજ્ઞોને ગાયના ગોબરની ચીપ અંગે પૂછતા તેઓએ આવી કોઈ ચિપની અસરકારતાનો તદન નકારી અને સાફ શબ્દોમાં આવી પ્રોડકટની ઝાટકણી કાઢી હતી. આથી જ વિજ્ઞાન જાથા રેડીએશન અટકાવતી આ ચીપના વૈજ્ઞાનિક આધાર માટે ડો.કથરીયાને ચર્ચા અને કસોટી માટે આમંત્રણ અને ખુલ્લો પડકાર આપે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !