- રાજયસભા સાંસદ અભય ભારદ્વાજને કોરોના પોઝીટીવ આવ્યા બાદ રીકવરી થતી ન હોય અમદાવાદના 3 ટોચના કોરોના સ્પેશ્યાલીસ્ટ ડોકટરો ખાસ વિમાન દ્વારા રાજકોટ આવ્યા
- મુખ્યમંત્રીનાં આદેશથી વાયરોલોજીના નિષ્ણાંત ડો.અતુલ પટેલ અને ભરતસિંહ સોલંકીને નવજીવન આપનાર ડો. તુષાર પટેલ
- 31 ઓગષ્ટનાં રોજ રાજયસભાનાં સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સીએમ રૂપાણીનાં કહેવાથી તેઓ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા

રાજકોટ. પ્રખર ધારાશાસ્ત્રી અને રાજયસભા સાંસદ અભય ભારદ્વાજને કોરોના પોઝીટીવ આવ્યા બાદ રીકવરી થતી ન હોય અમદાવાદના 3 ટોચના કોરોના સ્પેશ્યાલીસ્ટ ડોકટરો ખાસ વિમાન દ્વારા રાજકોટ આવી પહોંચ્યા છે. તેમની સાથે રાજયના વરિષ્ઠ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ આવ્યા છે.
અભય ભારદ્વાજની ઝડપી રીકવરી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત મોનીટરીંગ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ અભય ભારદ્વાજ વેન્ટિલેટર પર હોઈ એઈમ્સના ટોચના ડોકટરો પણ તેમની સારવારમાં જોડાયા છે. સાથે જ મુખ્યમંત્રીનાં આદેશથી વાયરોલોજીના નિષ્ણાંત ડો.અતુલ પટેલ અને ભરતસિંહ સોલંકીને નવજીવન આપનાર ડો. તુષાર પટેલ પણ વિમાન માર્ગે આવી પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 31 ઓગષ્ટનાં રોજ રાજયસભાનાં સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સીએમ રૂપાણીનાં કહેવાથી તેઓ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. આજે તેમની તબિયત અચાનક લથડી હતી. અને ફેફસામાં ઇન્ફેકશન વધી જતાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.