• સિરિયલ કિલપ ઝડપાતા રાજકોટ તથા રાજસ્થાન સહિત બે દિકરીઓની હત્યાનો ભેદ ઉકેલાયો
  • વૃંદાવન ગ્રીન સીટીની સાઇટ પર મજૂરી કરતાં અને ત્યાં ઓરડી બનાવીને રહેતાં અરવિંદભાઇ રસીયાભાઇ ડામોરની 6 વર્ષની માસુમ દિકરી નેન્સીની ગળુ કાપી ક્રુર હત્યા કરાયેલી લાશ મળી હતી
  • પોલીસે 1500 જેટલા મજૂરોની પુછતાછ કરી હતી. ટેકનીકલ એનાલિસીસને આધારે પડવલા, તરસાઈ, જામજોધપુર અને ગોંડલ સહિતની જગ્યાએ તપાસ કરી હતી. જેમાં માત્ર આરોપી વિક્રમનો ફોટો જ મળ્યો
સિરિયલ કિલરને ઝડપી પાડનાર પોલીસ કર્મી

રાજકોટ : ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. જેમાં માસુમ બાળકીઓની હત્યા કરનાર સિરિયલ કિલરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. અને રાજકોટ તથા રાજસ્થાન સહિત બે દિકરીઓની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. આરોપી કાળું ઉર્ફે વિક્રમ ઉર્ફે અર્જુન નામનાં આ શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીને આધારે જામનગરનાં લાલપુર તાલુકાનાં કરેણ ગામેથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ કમિશ્નર દ્વારા આ કામગીરી કરનાર ટીમને રૂ. 15000 ઇનામ આપવાનું જાહેર કરાયુ છે.

ગત તારીખ 14 ઓગષ્ટે ગોંડલ રોડ પુનિતનગર પાસે નવા બનતા વૃંદાવન ગ્રીન સીટીની સાઇટ પર મજૂરી કરતાં અને ત્યાં ઓરડી બનાવીને રહેતાં અરવિંદભાઇ રસીયાભાઇ ડામોરની 6 વર્ષની માસુમ દિકરી નેન્સીની ગળુ કાપી ક્રુર હત્યા કરાયેલી લાશ મળી હતી. બાળકી પર આરોપીએ બળાત્કાર ગુજારવા પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળાએ ચીસાચીસ કરી મુકતાં તેનું ગળુ છરીથી કાપી, માથે હથોડીના ઘા ફટકારીને ક્રુરતાથી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

સિરિયલ કિલર

પોલીસ માટે પણ હત્યાનો ભેદ ઉકેલવો પડકાર હતો. આ માટે 1500 જેટલા મજૂરોની પુછતાછ કરી હતી. ટેકનીકલ એનાલિસીસને આધારે પડવલા, તરસાઈ, જામજોધપુર અને ગોંડલ સહિતની જગ્યાએ તપાસ કરી હતી. જેમાં માત્ર આરોપી વિક્રમનો ફોટો જ મળ્યો હતો. ચબરાક આરોપીએ ફોન પણ ફેંકી દીધો હતો. અને તેના વિરૂધ્ધ કોઇ પુરાવા ન હોઇ કેસ બ્લાઇન્ડ થઇ ગયો હતો. જો કે ક્રાઇમ બ્રાંચની ટીમોએ વિક્રમનાં જુના શેઠો તથા તેની સાથે કામ કરતાં મજૂરોને પણ તપાસ્યા હતાં. અને કન્સ્ટ્રકશનની સાઇટો પર તપાસ કરતા અંતે આરોપીને પકડવામાં સફળતા મળી છે.

ક્રાઇમ બ્રાંચે આ માસુમની હત્યાનો ભેદ ઉકેલી નાંખી વિકૃત હત્યારા મુળ રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના ગામના વિક્રમ ઉર્ફ કાળુ ઉર્ફ અર્જુન જીવાભાઇ ડામોર મીણાને જામનગર લાલપુરના કરેણા ગામેથી દબોચી લીધો છે. અગાઉ એક હત્યાના ગુનામાં સજા કાપતો આ શખ્સ ફરાર હતો. અને તેણે જોધપુરમાં પણ એક બાળકી પર બળાત્કાર ગુજારી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું આરોપીની પુછપરછમાં સામે આવ્યું છે. આ કામગીરી કરનાર ટીમને પોલીસ કમિશ્નર અગ્રવાલે અભિનંદન પાઠવી રૂ. 15000નું ઇનામ જાહેર કર્યુ છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud