• પારેવાડી ચોક નજીક ભગવતીપરા વિસ્તારમાં મંદિરના તાળા તૂટ્યા
  • શ્રી ઉગતાપોરની મેલડી માતાજીના મંદિર તથા શ્રી રામાપીરના મંદિરના તાળા તોડી કોઇએ બે દાનપેટીમાંથી ચોરી

રાજકોટ. શહેરનાં પારેવાડી ચોક નજીક ભગવતીપરા વિસ્તારમાં મંદિરના તાળા તૂટ્યાની ઘટના સામે આવી છે. જેમાં ઓવરબ્રીજ નીચે આવેલા શ્રી ઉગતાપોરની મેલડી માતાજીના મંદિર તથા શ્રી રામાપીરના મંદિરના તાળા તોડી કોઇએ બે દાનપેટીમાંથી ચોરી કરતા અહીં દર્શને આવતા આસપાસના શ્રધ્ધાળુઓમાં રોષ ફેલાઇ ગયો છે. જો કે ઘટનાની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસે દોડી જઈને આરોપીઓને ઝડપી લેવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, ધીરૂભાઇ મકવાણા નામના દર્શનાર્થી સવારે નિત્યક્રમ મુજબ મંદિરે આવ્યા ત્યારે બહાર અને અંદરનાં દરવાજાનાં તાળા તુટેલા જોવા મળ્યા હતાં. તપાસ કરતાં દાનપેટી પણ તૂટેલી હતી. જેમાં અંદાજે આઠેક હજારની રકમ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વધુમાં ધીરુભાઈએ કહ્યું હતું કે, આ મંદિર વર્ષો જૂનું હોવાથી મોટી સંખ્યામાં આસપાસનાં રહેવાસીઓ અહિ દર્શને આવે છે. અને અમે દરરોજ સવાર-સાંજે અહિ ધુપ દીવા કરીએ છીએ. ત્યારે રાત્રીના કે વહેલી સવારે કોઇએ તાળા તોડી હાથફેરો કર્યાની શકયતા પણ તેમણે વ્યક્ત કરી છે. જેને પગલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud