• દીપ કોમ્પ્લેક્ષમાં કોચીંગ કલાસ શરૂ કરનાર આ શિક્ષક શિક્ષણ આપવાની ઉતાવળમાં પોતે જ ‘શિક્ષા’ને પાત્ર બન્યા
  • સંચાલક કેતન દેવજી ઠક્કર (રહે.એસ્ટ્રોન ચોક, શિતલ એપાર્ટમેન્ટ ફલેટ નં.402) કલાસ રૂમમાં 15 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો હતો.
  • શિક્ષણ આપવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી શિક્ષાને પાત્ર બનેલા કેતન ઠક્કરને ઝડપી પાડ્યો
રાજકોટ. શહેરનાં યુનિવર્સિટી રોડ નજીક નંદી પાર્ક પાસે ટ્યુશન કલાસ શરૂ કરનાર એક શિક્ષકને પોલીસે ઝડપી લીધા છે. અને દીપ કોમ્પ્લેક્ષમાં કોચીંગ કલાસ શરૂ કરનાર આ શિક્ષક શિક્ષણ આપવાની ઉતાવળમાં પોતે જ ‘શિક્ષા’ને પાત્ર બન્યા છે. અને પોલીસે તેમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ કોરોનાની મહામારી વચ્ચે જાહેર સ્થળોએ વાયરસ ફેલાતો અટકાવવા રાજયમાં શાળા, કોચીંગ, સંસ્થાઓ પુન: શરૂ કરવા માટે રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે તેવુ સરકાર તરફથી જણાવાયું હતું. આ માહિતીને ઘ્યાને રાખીને હાલમાં તમામ ટયુશન કલાસીસ અને કોચીંગ કલાસીસ બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે નંદીપાર્ક મેઇન રોડ પર આવેલુ લક્ષ્ય ગ્રુપ ટયુશન કલાસ ચાલુ હોવાની માહિતી પોલીસને મળી હતી.
યુનિવર્સિટી પોલીસે બાતમીને આધારે નંદીપાર્ક મેઇન રોડ પર ગેલેકસી સ્વીમીંગ પુલની સામે દીપ કોમ્પ્લેક્ષમાં આવેલા લક્ષ્ય ગ્રુપ ટયુશન કલાસીસ પર દરોડો પાડ્યો હતો. જેમાં સંચાલક કેતન દેવજી ઠક્કર (રહે.એસ્ટ્રોન ચોક, શિતલ એપાર્ટમેન્ટ ફલેટ નં.402) કલાસ રૂમમાં 15 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો હતો. અને કેતને સાત-આઠ દિવસથી કલાસીસ શરૂ કર્યા હોવાનું વિદ્યાર્થીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું.
જેને પગલે પોલીસે વિદ્યાર્થીઓને જવા દઈને શિક્ષણ આપવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી શિક્ષાને પાત્ર બનેલા કેતન ઠક્કરને ઝડપી પાડ્યો હતો. અને જાહેરનામાં ભંગ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ શહેરનાં કલાસીસ સંચાલકોએ કલેક્ટરને આવેદન પાઠવી ટ્યુશન શરૂ કરવાની મંજૂરી માટે માંગ કરી હતી. જો કે હજુસુધી આવી કોઈપણ મંજૂરી આપવામાં આવી નથી.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud