જલ્પાબેન સાકરીયા નામની આ યુવતીએ મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
ફુલઝરની વતની જલ્પા મહિલા લોકરક્ષક દળમાં પસંદગી પામીને 20 દિવસ પૂર્વે જ તાલીમ માટે મવડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવી
તબિયત ખરાબ હોવાનું કહીને જલ્પા ટ્રેઇનીંગમાં ગઈ ન હતી
[caption id="attachment_4871" align="aligncenter" width="640"] જલ્પાબેન સાકરીયા[/caption]
રાજકોટ : શહેરનાં મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે એક તાલીમાર્થી યુવતિએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યાનું સામે આવ્યું છે. જો કે જલ્પાબેન સાકરીયા નામની આ યુવતિએ અચાનક આ પગલું શા માટે ભર્યું તે હજુસુધી જાણી શકાયું નથી. તાલુકા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અપઘાતનું કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ ફુલઝરની વતની જલ્પા મહિલા લોકરક્ષક દળમાં પસંદગી પામીને 20 દિવસ પૂર્વે જ તાલીમ માટે મવડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવી હતી. જલ્પા સાથે રૂમમાં અન્ય ચાર મહિલાકર્મી પણ રહેતી હોય આજે રાબેતા મુજબ ટ્રેનીંગમા જવાનું કહ્યુ હતું. પરંતુ તબિયત ખરાબ હોવાનું કહીને જલ્પા ગઈ નહોતી.
દરમિયાન રૂમમાં પંખામાં ચુંદડી બાંધી જલ્પાએ ફાંસો ખાઈ લીધો હતો. અન્ય મહિલાઓ તાલીમ પુરી કરીને પરત ફરી ત્યારે રૂમ અંદરથી બંધ હોય ખખડાવ્યો હતો. પરંતુ ન ખુલતા બારીમાંથી નજર કરતા જલ્પાનો દેહ લટકતો જોઈને સાથી કર્મીઓએ ચીસો પાડી ઉઠ્યા હતા. તપાસનીશ અધિકારીનાં કહેવા મુજબ તેણીએ 21 દિવસ પૂર્વે ટ્રેનિંગ શરૂ કરી હતી. અને દોઢ મહિનાં પૂર્વે જ તેની સગાઈ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.