સ્ટોન કિલર તેના ધર્મનાં પુત્ર અજિત સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
પોલીસને શનિવારે એક ફોન આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, અગાશી પર લાશ પડી છે
અજિત પાંચેક વર્ષ પહેલાં અંકુર હોટલ-જેતપુર ખાતે મૃતક મહેશને મળ્યો હતો. બાદમાં મહેશે તેને રાજકોટ બોલાવ્યો હતો. ત્યાં વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અચરતો હતો
રાજકોટ. શનિવારે રાત્રે મવડી પ્લોટનાં નવરંગપરામાં આવેલી એસ્ટેટની ઓફિસની અગાશી પરથી સ્ટોન કિલર મહેશ ઉર્ફે હરેશ ઉર્ફે કાળિયો મગન સુનરાની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ મામલે મૃતકનાં ધર્મનાં પુત્ર અજિત સહિત બે લોકોને પોલીસે ઝડપી લીધા છે. અને અન્ય એકને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં સ્ટોન કિલર તેના ધર્મનાં પુત્ર અજિત સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. તેની આવી હરકતોથી કંટાળીને ઘટનાને અંજામ આપ્યો હોવાનું અજિતે કબુલ્યું છે.
આ મામલે પોલીસને શનિવારે એક ફોન આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, અગાશી પર લાશ પડી છે. જો કે તપાસ કરવા છતાં કોઈ લાશ મળી નહોતી. બાદમાં સોમવારે નવરંગપરામાં આવેલી એક એસ્ટેટ ઓફિસની અગાસી પર દુર્ગંધ આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ત્યાં દોડી ગયેલી પોલીસને સ્ટોન કિલર મહેશની કોહવાઈ ગયેલી લાશ મળી હતી.
દરમિયાન પોલીસને આવેલા ફોનની તપાસ કરતા આ ફોન મહેશના મોબાઇલ પરથી કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને કોઈ નજીકનાં વ્યક્તિએ હત્યા કરી હોવાની આશંકાએ પોલીસે તપાસ શરૂ કરી હતી. અને શંકાના આધારે 25 જેટલા લોકોને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જેમાં વિજય ઢોલી, અજિત બાબર અને ફરમાન ઉર્ફ નેપાળી છેલ્લે મૃતકની સાથે હોવાનું જાણવા મળ્યું હતું.
બાદમાં પોલીસે વિજય અને અજિત બાબરની આકરી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અને અજિતે જણાવ્યું હતું કે, પોતે પાંચેક વર્ષ પહેલાં અંકુર હોટલ-જેતપુર ખાતે મૃતક મહેશને મળ્યો હતો. બાદમાં મહેશે તેને રાજકોટ બોલાવ્યો હતો. અને ત્યાં વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અચરતો હતો. વિજય દુખેને પણ એકાદ મહિના અગાઉ મહેશ સાથે ઝઘડો થયો હતો. જેને લઈને મહેશ સહિત ફરમાન નેપાળીને પણ મહેશ ઉપર ખાર હતો.
બાદમાં ત્રણેયે મળીને મહેશનું કાસળ કાઢવાનો પ્લાન બનાવ્યો હતો. જે અંતર્ગત મહેશ જ્યારે અજિતને પિતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝની છત પર લઇ ગયો ત્યારે બાકી બંને પણ ત્યાં પહોંચ્યા હતા. અને વિજયે મહેશને ઈંટ મારી હતી. તેમજ મહેશ ઉભો થવા જતા અજિતે તેને પકડી લીધો હતો. બાદમાં ફરમાન નેપાળી અને વિજયે પથ્થરોનાં ઘા મારી મહેશનું માથું છુંદી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ પોલીસે ફરમાન નેપાળીને ઝડપી લેવા તાપસ શરૂ કરી છે.
- સ્ટોન કિલર તેના ધર્મનાં પુત્ર અજિત સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
- પોલીસને શનિવારે એક ફોન આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, અગાશી પર લાશ પડી છે
- અજિત પાંચેક વર્ષ પહેલાં અંકુર હોટલ-જેતપુર ખાતે મૃતક મહેશને મળ્યો હતો. બાદમાં મહેશે તેને રાજકોટ બોલાવ્યો હતો. ત્યાં વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અચરતો હતો