• પક્ષપલ્ટુ ધારાસભ્યોનાં કારણે ખાલી પડેલી વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ
  • જાહેર પ્રચારના ભૂંગળા બંધ થતા છેલ્લી ઘડીએ મતદારોને રિઝવવા ડોર ટુર ડોર મુલાકાતો શરૂ કરાઈ
  • જાહેર પ્રચાર બંધ થતા જ અન્ય વિધાનસભામાંથી ચૂંટણી પ્રચારમાં આવેલા લોકોએ મતક્ષેત્ર છોડી દીધું

રાજકોટ. પક્ષપલ્ટુ ધારાસભ્યોનાં કારણે ખાલી પડેલી વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે કાલે મતદાન થશે. વિધાનસભા મોરબી, લીંબડી, ધારી, ગઢડા, અને કચ્છના અબડાસામા પ્રચારના ભુંગળા બંધ થયા છે. જાહેર પ્રચારના ભૂંગળા બંધ થતા છેલ્લી ઘડીએ મતદારોને રિઝવવા ડોર ટુર ડોર મુલાકાતો શરૂ કરાઈ છે. બીજીતરફ ચૂંટણી પંચ દ્વારા પોલિંગ બુથો સેનેટાઈઝ કરી EVM પહોંચાડવામાં આવી રહ્યા છે.

કચ્છના અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે કોંગ્રેસના શાંતિલાલ સંઘાણી, મોરબી બેઠકમાં ભાજપના બ્રિજેશ મેરજા સામે જયંતિભાઇ પટેલ, ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર સામે કોંગ્રેસના મોહનભાઇ સોલંકી, ધારી બેઠકમાં ભાજપના જે. વી. કાકડિયા સામે કોંગ્રેસનાં સુરેશ કોટડિયા, લીંબડીમાં ભાજપના કિરીટસિંહ રાણા, સામે કોંગ્રેસના ચેતન ખાચર મેદાનમાં છે.

મોરબી ધારાસભા બેઠકમાં ભાજપના બ્રિજેશ મેરની – કોંગ્રેસની જયંતિ પટેલ, ધારી બેઠકમાં ભાજપના જે. વી. કાકડીયા, કોંગ્રેસના સુરેશ કોટડીયા સામે ફાઇટ ટુ ફિનીશની જંગ જામી છે. આજે જાહેર પ્રચાર બંધ થતા જ અન્ય વિધાનસભામાંથી ચૂંટણી પ્રચારમાં આવેલા લોકોએ મતક્ષેત્ર છોડી દીધું છે અને આજે ઉમેદવારો દ્વારા છેલ્લી ઘડીના દાવપેચ શરૂ કરાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud