સોશિયલ મીડિયા દ્વારા મહિલા અને યુવતીઓને બદનામ કરવાની ઘટનાઓમાં વધારો
વેપારી હિતેષ પ્રવીણભાઈ પિત્રોડાએ પોતાના વોટ્સએપનાં DPમાં પૂર્વ પ્રેમિકાનો ફોટો મૂકી અંદર લખ્યું હતું કે, આમાં શું કાઢી લેવાનું...આ છે કળિયુગની દ્રૌપદી...
ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેણીને આઠ વર્ષ પહેલા હિતેષ સાથે પ્રેમસંબંધ હતો
હિતેષે યુવતિને સ્પષ્ટ કહ્યું કહ્યું હતું કે,'તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જીવવા નહીં દઉં'
રાજકોટ. આધુનિક યુગમાં સોશિયલ મીડિયા દ્વારા મહિલા અને યુવતીઓને બદનામ કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. મોટેભાગે જ્યારે મહિલા કોઈની સાથે સંબંધોનો અંત લાવે છે ત્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ વધુ એક ઘટનામાં શહેરનાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં રહેતા વેપારી હિતેષ પ્રવીણભાઈ પિત્રોડાએ પોતાના વોટ્સએપનાં DPમાં પૂર્વ પ્રેમિકાનો ફોટો મૂકી અંદર લખ્યું હતું કે, આમાં શું કાઢી લેવાનું...આ છે કળિયુગની દ્રૌપદી... સમગ્ર મામલે યુવતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ વેપારીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
યુવતિએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેણીને આઠ વર્ષ પહેલા હિતેષ સાથે પ્રેમસંબંધ હતો. જો કે દોઢ વર્ષ બાદ યુવતીએ સંબંધ તોડી નાખતા હિતેષ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. મારા ઘર પાસે આવી મારા નામની અત્યંત ખરાબ ગાળ બોલી મોટે મોટેથી શેરીમાં બૂમો પાડવાનું પણ તેણે શરૂ કર્યુ હતું. એકવાર હિતેષનો ફોન રિસીવ ન કરતાં રાતે 10 વાગ્યે ઘરે આવી ગયો હતો અને જેમફાવે તેમ બોલવા લાગ્યો હતો.
હિતેષ સ્પષ્ટ કહ્યું કહ્યું હતું કે,'તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જીવવા નહીં દઉં' એ પછી અવાર-નવાર મારા ઘર પાસે આવી ગાળ બોલી મોટે મોટે બૂમો પાડી આજુબાજુના બધા સાંભળે એ રીતે બોલી બદનામ કરતો હતો. આ ઉપરાંત તે પોતાના મોબાઇલમાં મારા ફોટા મૂકી તેમાં લખતો કે આમા શું કાઢી લેવાનું છે ? આ ઉપરાંત તેણીના એક સ્વજનના નામ સાથે સ્ત્રીનો ફોટો રાખી તેમાં યુવતિનું નામ લખી કોમેન્ટ લખેલ કે કલિયુગ કી દ્રૌપદી કે સાથ. આ રીતે તે અવાર-નવાર પોતાના વ્હોટ્સએપ ડીપીમાં ખરાબ કોમેન્ટથી બદનામ કરતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
યુવતિની આ ફરિયાદને આધારે એ-ડિવીઝન પોલીસે હિતેષ સામે ફરિયાદીને બદનામ કરવા તથા જાતીય સહવાસ બાંધવા પ્રયાસ કરવા તેમજ મોબાઇલમાં વ્હોટ્સએપ ડીપીમાં ફરિયાદીના અશ્લીલ ફોટા રાખી તેણીનું નામ લખી બિભત્સ અભદ્ર કોમેન્ટ કરી લાજ લેવાના ઈરાદે અપશબ્દો ઉચ્ચારી મારી નાંખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે. અને કારખાનાનાં મલિક હિતેષને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.