• આદિવાસી સગીરાની એકલતાનો લાભ લઈને ગંજી ગેંગનાં સગીર સહિત ચાર શખ્સોએ સામુહિક આચર્યું દુષ્કર્મ 
  • દારૂના નશામાં ચૂર મધ્યપ્રદેશના જ વતની એવા ગંજી ગેંગના ચાર સભ્યોએ એક બાદ એક તેણીને પોતાની હવસનો શિકાર બનાવી
  • સગીરાએ પોતાના માતા-પિતાને જાણ કરતા પોલીસને જાણ કરવામાં આવી

જામનગર. જિલ્લાનાં કાલાવડ પંથકમાં ગેંગરેપની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 21 ઓક્ટોબરનાં રોજ આદિવાસી સગીરાની એકલતાનો લાભ લઈને ગંજી ગેંગનાં સગીર સહિત ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, કાલાવડનાં પીપર ગામે મજૂર પરિવારની સગીરા 21 ઓક્ટોબરે વાડીનાં મકાનમાં એકલી સૂતી હતી. દરમિયાન દારૂના નશામાં ચૂર મધ્યપ્રદેશના જ વતની એવા ગંજી ગેંગના ચાર સભ્યોએ એક બાદ એક તેણીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ચારેય નરાધમોએ આ સગીરાની એકલતાનો લાભ લઇ તેણીના મોઢે ડૂચો દઈને ગેંગરેપ કર્યો હતો. અને ત્યારબાદ ચારેય ફરાર થઈ ગયા હતા.

સમગ્ર મામલે સગીરાએ પોતાના માતા-પિતાને જાણ કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને પોલીસે ચારેય આરોપી સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. અને ગણતરીની કલાકોમાં ગંજી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે. જેમાં દિનેશ કટારીયા, ચેતનસિંગ બગેલ આદિવાસી, સુનિલ ગુલાબસિંગ અજનાર તેમજ એક સગીરનો સમાવેશ થાય છે.

પોલીસે આ કેસમાં સંડોવાયેલા 16 વર્ષના સગીરની પણ અટકાયત કરીને તેને બાળ અદાલતમાં રજૂ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સાથે પીડિત સગીરાને મેડિકલ તપાસ માટે જામનગરની જી.જી. હૉસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેના ઉપર દુષ્કર્મ થયાનો ખુલાસો થતા પોલીસે તમામ આરોપીઓ સામે સામુહિક દુષ્કર્મ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud