• શખ્સોએ ભાયાવાદર-ઉપલેટા ઉપરાંત જુદા-જુદા સાત રાજ્યોમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું
  • પોલીસે બાતમીના આધારે ભાયાવદર અને ઉપલેટા વચ્ચે ઝૂંપડામાં દરોડા પાડ્યા
  • ચોરી કરવા માટેની મોડસ ઓપરેન્ડી જાણીને એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી

#Rajkot - GPS મેપના આધારે જગ્યામાં ENTRY અને EXIT નક્કી કરતા HI-TECH ચોર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી

WatchGujarat. રાજકોટ ગ્રામ્ય પોલીસે ભાયાવદર ઉપલેટા વિસ્તારમાંથી GPS મેપના આધારે પ્લાન કરીને ચોરી કરતા બે શખ્સોને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં આ શખ્સોએ ભાયાવાદર-ઉપલેટા ઉપરાંત જુદા-જુદા સાત રાજ્યોમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ચોરીનાં મુદ્દામાલ સાથે બંનેને ઝડપી લઈ વધું પૂછપરછ શરૂ કરી છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, ભાયાવદર અને ઉપલેટા વચ્ચે ઝૂંપડામાં બે શખ્સો ચોરીના મુદ્દામાલની ભાગ બટાઈ કરી રહ્યા છે. જેને આધારે દરોડો પાડી પોલીસે સાયમલ ઉર્ફે સાયમંડ ભાભોર અને કોલેજ ઉર્ફે કોયલો મીનામા નામના બંને શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. અને રૂ. 16300 રોકડા, 4 મોબાઈલ સહિત ચોરીના હથિયાર પોલીસે કબજે કર્યા હતા. #Hi-Tech

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ તેના સાથીદાર જેન્તી જવસિંગ પલાસ સાથે મળી 7 ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. જેને લઈને પોલીસે જેન્તી પલાસની શોધખોળ શરૂ કરી છે. આ શખ્સોએ ભાયાવદર, ઉપલેટા, ભાણવડ અને મહારાષ્ટ્ર રાજ્યમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

આવી હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સાયમલ ઉર્ફે સાયમંડ ભાભોર સ્માર્ટ મોબાઈલનો ઉપયોગ કરતો હતો. જેથી કોઈ પણ ચોરીને અંજામ આપતા પહેલા તે GPS મેપ દ્વારા ખેતરો નજીક આવેલી દુકાનો તેમજ મકાન શોધતો હતો. એટલું જ નહીં ચોરી કરીને ક્યાં રસ્તેથી ફરાર થવું તે પણ GPS મેપ દ્વારા અગાઉથી નક્કી કરતા હતા. ઘરફોડ ચોરી કરવા માટે પણ બંને ડિસમિસ તેમજ લોખંડનાં સળિયાનો ઉપયોગ કરતા હતા.

પોલીસ તપાસમાં આરોપી સાયમલ ઉર્ફે સાયમંડ ભાભોર મહારાષ્ટ્ર, દેવભૂમિ દ્વારકા અને ભાણવડમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જ્યારે આરોપી કોલેજ ઉર્ફે કોયલો ઉપલેટા, ભાયાવદર અને જામનગરના જામજોધપુરમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે બંનેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. અને ફરાર આરોપીને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

#HI-TECH #GPS MAP #Rajkot News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud