• અગ્નિકાંડ મામલે પાંચ ડોક્ટર્સ સામે ગુનો નોંધાયા બાદ માલવીયાનગર પોલીસે ડો.પ્રકાશ અને ડો.વિશાલ મોઢા ઉપરાંત ડો. તેજસ કરમટાની અટકાયત કરી હતી
  • માલવીયાનગર પોલીસમાં VIP સુવિધાઓ અપાયાનો વિડીયો વાયરલ થયો
  • આરોપી ડોક્ટર્સની બરાબર પાસેનાં જ ટેબલ પર મિનરલ વોટરની બોટલો તેમજ ફ્રુટ પડ્યા હતા. જે વાઇરલ વિડીયોમાં જોઇ શકાય છે.

#Rajkot - કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડના આરોપી ડોક્ટર્સને પોલીસ મથકમાં VIP સુવિધા મળી, જુઓ VIRAL VIDEO

WatchGujarat. શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડ મામલે પાંચ ડોક્ટર્સ સામે ગુનો નોંધાયા બાદ માલવીયાનગર પોલીસે ડો.પ્રકાશ અને ડો.વિશાલ મોઢા ઉપરાંત ડો. તેજસ કરમટાની અટકાયત કરી હતી. અને બાદમાં નિયમ અનુસાર તેમના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તાલુકા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. આજે આ ત્રણેય ડોક્ટર્સને કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્રણે ડોક્ટરોને કોર્ટે જામીન અરજી પર મુક્ત કર્યા હતા. ત્રણેયને માલવીયાનગર પોલીસમાં VIP સુવિધાઓ અપાયાનો વિડીયો વાયરલ થયો છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અગ્નિકાંડનાં પાંચ આરોપીઓ પૈકી ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા અને ડો. તેજસ કરમટા આરામથી સોફામાં બેઠા છે. એટલું જ નહીં પાંચ-પાંચ મોતના જવાબદાર ગણાતા આ આરોપી ડોક્ટર્સની બરાબર પાસેનાં જ ટેબલ પર મિનરલ વોટરની બોટલો તેમજ ફ્રુટ પડ્યા છે. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

બીજી તરફ ધરપકડ કરાયેલા ડો.પ્રકાશ અને ડો.વિશાલ મોઢા ઉપરાંત ડો. તેજસ કરમટાને આજે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જજ એલ. ડી. વાઘની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ તકે મોટી સંખ્યામાં લોકો પણ આ ડોક્ટર્સને જોવા ઉમટી પડ્યા છે. નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને જામીન આપ્યા હતા.

More #VIP #Doctors #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud