• ખેતમજૂરી કરતા ભીખુભાઈ જોરીયાના બે વર્ષના માસુમ પુત્ર ધવલ પર દિપડાએ અચાનક હુમલો કર્યો
  • પીઠનાં ભાગે દીપડાના નહોરને કારણે લોહીલુહાણ હાલતમાં 108 દ્વારા સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

ગીર ગઢડાના લુવારી-મોલી ગામે પિતાનાં અનેક પ્રયાસ છતાં દીપડાએ બે વર્ષનાં માસુમને ફાડી ખાધો
WatchGujarat. ગીર ગઢડાના લુવારી-મોલી ગામે પિતાનાં અનેક પ્રયાસ છતાં દીપડાએ બે વર્ષનાં માસુમને ફાડી ખાધો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ખેતમજૂરી કરતા ભીખુભાઈ જોરીયાના બે વર્ષના માસુમ પુત્ર ધવલ પર દિપડાએ અચાનક હુમલો કર્યો હતો. જો કે આ સમયે ભીખુભાઈ હાજર હોવાથી તેમણે દીપડા સામે હાકલા – પડકારા કરીને ધવલને દીપડાનાં મોઢામાંથી છોડાવ્યો હતો. જો કે ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન માસુમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

મૃતકનાં પિતા ભીખુભાઈનાં જણાવ્યા મુજબ, દીપડો અચાનક આવી ચડ્યો હતો. તેમજ ધવલને ગળેથી પકડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમણે હાથમાં રહેલું ધારીયું બતાવી હાકલા-પડકારા કર્યા હતા. અને તરત સ્થાનિકો પણ દોડી આવતા દીપડો ધવલને મૂકીને નાસી છૂટયો હતો. જો કે તેના પીઠનાં ભાગે દીપડાના નહોરને કારણે લોહીલુહાણ હાલતમાં 108 દ્વારા સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

ગીર ગઢડાના લુવારી-મોલી ગામે પિતાનાં અનેક પ્રયાસ છતાં દીપડાએ બે વર્ષનાં માસુમને ફાડી ખાધો

બીજીતરફ ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. અને પરિવારની પૂછપરછ કરી દિપડાએ કેવી રીતે હુમલો કર્યો તે અંગેની માહિતી મેળવી હતી. બાદમાં આસપાસનાં ખેતરો અને જંગલ વિસ્તારમાં દિપડાને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. જો કે માનવભક્ષી દીપડાનાં આતંકને લઈને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. અને લોકો ખેતરમાં જતા પણ ડરી રહ્યા છે.

#gir #WatchGujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud