• ખેડુતોના વિરોધ વચ્ચે રાજ્યનાં કૃષિમંત્રી આર. સી. ફળદુ આજે રાજકોટ આવી પહોંચ્યા
  • કેન્દ્ર સરકારનાં ત્રણ કૃષિ કાયદાઓ ખેડૂતોનાં હિત માટે જ હોવાનો દાવો કર્યો
  • મોદી જ્યારે CM હતા ત્યારે કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી

Watchgujarat. દેશભરમાં ચાલતા ખેડુતોના વિરોધ વચ્ચે રાજ્યનાં કૃષિમંત્રી આર. સી. ફળદુ આજે રાજકોટ આવી પહોંચ્યા હતાં. અહીં તેમણે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં કેન્દ્ર સરકારનાં ત્રણ કૃષિ કાયદાઓ ખેડૂતોનાં હિત માટે જ હોવાનો દાવો કરતા તેમણે કહ્યું હતું કે, PM મોદી કોઈપણ જરૂરી નિર્ણય નિષ્ણાંતોની સલાહ બાદ જ કરે છે.

ફળદુનાં જણાવ્યા મુજબ, મોદી જ્યારે CM હતા ત્યારે કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી. તેઓ કોઈપણ નિર્ણય લેતા પહેલા જાણકારો પાસે અભિપ્રાય લે છે. તેમજ બાદમાં પોતે તેનો અભ્યાસ કરે છે. ગુજરાતમાં પણ APMC એક્ટ પ્રમાણેની વ્યવસ્થા છે. ત્યારે હવે ખેડૂતોએ આ એક્ટનાં સુધારાને વાંચવાની જરૂર છે. પણ અમુક લોકોનાં પેટમાં તેલ રેડાય છે. અને તેઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ત્રણ કૃષિબિલ પસાર કર્યા છે. અને ખેતરમાં થતો પાક ખરીદવા માટે ખરીદનાર વધે તે માટે પ્રયાસ કર્યો છે. તેમજ ટેકાના ભાવે ખરીદી નહીં કરવાનો કે ખેડૂતોની જમીન લેવાનો કોઈ ઉલ્લેખ આ કાયદાઓમાં છે જ નહીં. તેમ છતાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં આ કૃષિબિલ ખેડૂતોના હિતમાં જ છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud