• લોકોમાં ગુનેગારોનો ખોફ ઘટવાની સાથે જ પોલીસની છબી પણ સુધરી રહી છે.
  • નામચીન બલી ડાંગરનાં સાગરીત રામદેવ ડાંગરનાં જામનગર રોડ પર વિનાયક વાટિકા ખાતે આવેલા મકાનમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્રાટકી
  • વિદેશી દારૂની બોટલો તેમજ 8 જીવતા કારતૂસ કબ્જે કર્યા

WatchGujarat. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા કેટલાક સમયથી નામચીન શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી લોકોમાં ગુનેગારોનો ખોફ ઘટવાની સાથે જ પોલીસની છબી પણ સુધરી રહી છે. આવી જ વધુ એક કાર્યવાહીમાં નામચીન બલી ડાંગરનાં સાગરીત રામદેવ ડાંગરનાં જામનગર રોડ પર વિનાયક વાટિકા ખાતે આવેલા મકાનમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી. અને વિદેશી દારૂની બોટલો તેમજ 8 જીવતા કારતૂસ કબ્જે કર્યા હતા. જો કે રામદેવ નાસી જવામાં સફળ રહ્યો છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ બલી ડાંગરનાં સાગરીત રામદેવ લક્ષ્મણ ડાંગરના મકાનમાં હથિયાર હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે જ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ સાખરા સહિતની ટીમ દોડી ગઇ હતી. જો કે પોલીસ પહોંચી ત્યારે રામદેવ હાજર નહોતો. પરંતુ પોલીસે મકાનની તલાશી લેતા રિવોલ્વરનાં 8 જેટલા જીવતા કારતૂસ અને દારૂની બે બોટલો મળી આવતા પોલીસે તે કબ્જે લીધી છે.

ઉલ્લેખનીય છે કે, રામદેવ ડાંગર અગાઉ બલી ડાંગરની ગેંગનો સભ્ય હતો. અને વર્ષ 2006 થી 2018 સુધીમાં તેની સામે હત્યાની કોશિશના બે તેમજ આર્મ્સ એક્ટ, દારૂ અને મારામારી સહિત કુલ 14 ગુના નોંધાયા હતા.
ક્રાઈમ બ્રાન્ચે દારૂ અને 8 કારતૂસ જપ્ત કરી બે અલગ અલગ ગુના નોંધી રામદેવ ડાંગરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઈ વી.કે. ગઢવીએ ગુના કરવાની ટેવવાળા રામદેવનાં ગુનાહિત કૃત્યનો ભોગ બનનાર લોકોને કોઈપણ પ્રકારનાં ડર વિના ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવા અપીલ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud