• ભારદ્વાજ પરિવાર સાથે મુખ્યમંત્રી પણ છેલ્લે સુધી હાજર રહ્યા હતા
  • ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો અભય ભારદ્વાજનાં અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા

#Rajkot - અભય ભારદ્વાજ પંચમહાભૂતમાં વિલીન, સીએમ રૂપાણી સહિત પુત્રીઓએ આપી કાંધ
WatchGujarat. રાજયસભાનાં સાંસદ અભય ભારદ્વાજને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પુત્રીઓએ કાંધ આપી હતી. અને તેમના પાર્થિવદેહને મોટામૌવા સ્મશાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હિંદુ રિવાજ અને કોવિડની ગાઈડલાઇન અનુસાર તેમનો પાર્થિવ દેહ ઇલેક્ટ્રિક ભઠ્ઠી દ્વારા પંચમહાભૂતમાં વિલીન થયો છે. આ તકે ભારદ્વાજ પરિવાર સાથે મુખ્યમંત્રી પણ છેલ્લે સુધી હાજર રહ્યા હતા. ઉપરાંત મ્યુ. ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહિતનાં દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા.

આ અગાઉ બપોરે 2 થી 3 દરમિયાન અભય ભારદ્વાજનાં અમીન માર્ગ સ્થિત નિવાસસ્થાને તેમના પાર્થિવ દેહને દર્શન માટે રખાયો હતો. જ્યાં પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો અભય ભારદ્વાજનાં અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ તકે પણ મુખ્યમંત્રી રૂપાણી પત્ની સાથે હાજર રહ્યા હતા. અને પાર્થિવ દેહની પ્રદક્ષિણા કરી નમન કર્યા હતા. બાદમાં મુખ્યમંત્રીનાં પત્ની અંજલીબેન ચોધાર આંસુએ રડી પડ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, અભય ભારદ્વાજ અને મુખ્યમંત્રી રૂપાણી બાળપણનાં મિત્રો છે. અને રૂપાણીનાં ડર્ટી ડઝન નામે ઓળખાતા ગ્રુપના પણ અભયભાઈ મેમ્બર હોઈ બંને વચ્ચે ખૂબ અંગત અને પારિવારિક સંબંધો હતા. 1972 થી 1975 સુધી ધર્મેન્દ્રસિંહ કોલેજમાં સાથે ભણેલા 12 મિત્રો સારા કે માઠા પ્રસંગોમાં હંમેશા સાથે જ હોય છે. જેને લઈને વિજય રૂપાણીના પત્નીએ આ બાર લોકોની મિત્રતાને ‘ડર્ટી ડઝન’ નામ આપી દીધું હતું. ત્યારથી આ ટોળકી ડર્ટી ડઝન તરીકે ઓળખાય છે.

More #અભય ભારદ્વાજ #CM Vijaybhai Rupani #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud