• ખાખી વર્દીધારી મહાશય જ્યુબેલી ચોકમાં રોજીરોટી માટે બેઠેલા પાથરણાવાળાએ રાખેલા શાકભાજીને રીતસર રોડ પર ફેંકી દેતો નજરે પડ્યો હતો
  • જેનો લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
  • ઘટના પર સમગ્ર શહેરીજનો ફિટકાર વરસાવી રહ્યા છે.

#Rajkot - જયુબેલી શાકમાર્કેટમાં 'ખાખી'ગીરી, લાતો મારી ઉલાળ્યા ગરીબોનાં શાકભાજી, જુઓ VIRAL VIDEO

WatchGujarat. શહેરમાં જગ્યા રોકાણ શાખાના અધિકારી અને પાથરણાવાળા તેમજ રેકડીધારકો વચ્ચે રકઝકના સમાચારો સામે આવતા હોય છે. થોડા દિવસો પહેલા જ રેકડી ધારકે અધિકારીને છરી મારી દીધાનો બનાવ હજુ તાજો જ છે. ત્યારે ફરી એકવખત જગ્યા રોકાણ શાખાના એક અધિકારીનો વિડિયો વાયરલ થયો છે. જેમાં ખાખી વર્દીધારી આ મહાશય દ્વારા જ્યુબેલી ચોકમાં રોજીરોટી માટે બેઠેલા પાથરણાવાળાએ રાખેલા શાકભાજીને રીતસર પાટા મારી રોડ પર ફેંકી દેવામાં આવ્યા હતા. જેનો લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક પોલીસકર્મી હાથમાં દંડો લઈને રસ્તા પર જઈ રહ્યો છે. આ દરમિયાન રસ્તા પર જે લોકો શાકભાજી વેચી રહ્યા હોય તેના તમામ શાકભાજીને પગથી લાતો મારીને રસ્તા પર ઢોળી રહ્યો છે. આ ઉપરાંત એક જગ્યાએ તે શાકભાજી તોલવાના ત્રાજવાને પણ લાત મારે છે. વીડિયો કોઈએ પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો. હાલ આ વીડિયો વાયરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

મેયર બીનાબેન આચાર્યએ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. અને સમગ્ર શહેરમાં રોડ પર બેઠેલા પાથરણાવાળાને સુરક્ષિત જગ્યાએ ખસેડવા વિચારણા પણ ચાલી રહી હોવાનું જણાવ્યું છે. જો કે જે રીતે જગ્યા રોકાણ શાખાનો અધિકારી ગરીબ માણસોની રોજીરોટી પર પાટુ મારીને રૌફ જમાવી રહ્યો છે તે ઘટના પર સમગ્ર શહેરીજનો ફિટકાર વરસાવી રહ્યા છે.

More #Viral Video #Police #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud