• વિદેશી દારૂ બાબતે પોલીસનું ચેકીંગ વધુ સઘન બન્યું હોવાથી યુવાધન અન્ય નશાનાં રવાડે ચડ્યું
  • શહેરની ભાગોળેથી ચંપલમાં છુપાવેલા શંકાસ્પદ નશીલા પાવડર સાથે એક શખ્સ ઝડપાયો
  • ચપ્પલની નીચે પ્લાસ્ટિકની કોથળી સંતાડેલી જોવા મળી હતી

#Rajkot - નશીલા પાવડરની હેરફેર કરવા માટે હવે ખેપીયાઓ ચપ્પલના સહારે

WatchGujarat. Rajkot – શહેરમાં વિદેશી દારૂ બાબતે પોલીસનું ચેકીંગ વધુ સઘન બન્યું હોવાથી યુવાધન અન્ય નશાનાં રવાડે ચડ્યું છે. અને શહેરમાંથી ગાંજો ચરસ સહિતના અનેક નશીલા દ્રવ્યો મળી રહ્યા છે. ત્યારે શહેરની ભાગોળેથી ચંપલમાં છુપાવેલા શંકાસ્પદ નશીલા પાવડર સાથે એક શખ્સ ઝડપાયો છે. લાઈટ બ્રાઉન કલરના આ પાવડરને હાલ એફએસએલમાં મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, કુવાડવા રોડ હાઇવે પર ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે માલિયાસણના બસ સ્ટેન્ડ પાસે શંકાસ્પદ શખ્સ જોવા મળ્યો હતો. તેની પૂછપરછ કરતા તે રામનાથપરા-15નો વસીમ અશરફ મુલતાની હોવાનું જણાવ્યું હતુ. તેની તલાશી લેતા કંઇ મળી આવ્યું ન હતું. પરંતુ ચપ્પલની નીચે પ્લાસ્ટિકની કોથળી સંતાડેલી જોવા મળી હતી. જેમાં તપાસ કરતા અંદરથી લાઇટ બ્રાઉન કલરનો શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો. જે કોઈ અત્યંત કિંમતી ડ્રગ્સ હોવાની આશંકા છે. #Rajkot

પ્રથમ દ્રષ્ટિએ 103.650 ગ્રામ વજનનો આ પાવડર નશીલો પદાર્થ હોવાનું લાગતા વસીમની અટકાયત કરી ક્રાઇમ બ્રાંચ લઇ જવાયો છે. અને પોલીસે વસીમ સામે અટકાયતી પગલાની કાર્યવાહી કરી શંકાસ્પદ જથ્થો ઉપરાંત એક જોડી ચપ્પલ, એક મોબાઇલ અને રોકડા રૂ.1460 મળી કુલ રૂ.11,460નો મુદામાલ કબજે કર્યો છે. પોલીસે કબજે કરેલો શંકાસ્પદ નશીલા પાવડરનો જથ્થો પરિક્ષણ માટે ગાંધીનગર એફએસએલ ખાતે મોકલી અપાયો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે.

More #Sleepers #Carry #Prohibited items #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud