• રાજકોટ માટે કેન્દ્ર સરકાર દ્વારા એઈમ્સની ફાળવણી કરવામાં આવી
  • પરાપીપળીયા નજીક એઈમ્સ શરૂ કરવા માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે
  • તાજેતરમાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન સાથે એઈમ્સ અંગે બેઠક કરી હતી

#Rajkot - જોધપુરની ટીમ શહેરની મુલાકાતે, ટૂંક સમયમાં શરૂ થનાર AIIMSના વર્ગો અંગે યોજી ખાસ બેઠક

WatchGujarat. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટ માટે કેન્દ્ર સરકાર દ્વારા એઈમ્સની ફાળવણી કરવામાં આવી છે. અને હાલ પરાપીપળીયા નજીક એઈમ્સ શરૂ કરવા માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે જોધપુર એઈમ્સની ટીમ ખાસ રાજકોટની મુલાકાતે આવી પહોંચી હતી. અને આગામી સમયમાં જે સ્થળે વર્ગો શરૂ થનાર છે ત્યાંની મુલાકાત લીધી હતી. તેમજ આ અંગે ડોક્ટર ગૌરવી ધ્રુવ સાથે ખાસ બેઠક યોજી હતી. #AIIMS

રાજકોટ એઈમ્સ ઓફિસર તરીકે ડો.ગૌરવીબેન ધ્રુવની નિમણુંક કરવામાં આવી છે. તાજેતરમાં મેડિકલ કોલેજ ખાતે એઈમ્સનાં વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડનાં ઉપરના ભાગે વર્ગો શરૂ થવાના છે. ત્યારે આજે જોધપુરની આ ટીમે જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. અને બાદમાં મેડીકલ કોલેજ ખાતે ડો. ગૌરવીબેન સાથે મહત્વની બેઠક યોજી આ અંગે ચર્ચાઓ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન સાથે એઈમ્સ અંગે બેઠક કરી હતી. જેમાં પણ એઈમ્સના પ્લાનને ઝડપથી મંજૂર કરવાની ચર્ચા કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં એઈમ્સ માટે 13 પ્લાન રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 6 પ્લાનને સુધારા સાથે પણ રજૂ કરી દેવામાં આવ્યા છે. અને હવે સિંચાઈ, માર્ગ-મકાન, હાઈવે ઓથોરિટી સહિતનાં વિભાગોનાં અધિકારીઓ પણ આ કામગીરીમાં જોડાનાર છે.

More News #AIIMS #Rajkot #WatchGujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud